સાબરકાંઠા જિલ્લામાં-: વિકસિત ભારત સંકલ્પ યાત્રા:-મેરી કહાની મેરી જુબાની.....પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામના આશાબેનને આયુષ્યમાન ભારત કાર્ડ થકી કેન્સરની સારવાર કરાવી..... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: વિકસિત ભારત સંકલ્પ યાત્રા:-મેરી કહાની મેરી જુબાની…..પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામના આશાબેનને આયુષ્યમાન ભારત કાર્ડ થકી કેન્સરની સારવાર કરાવી…..


સાબરકાંઠાના-:
પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન ભારત કાર્ડ લાભાર્થી શ્રીમતી આશાબેન પટેલે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આશાબેન જણાવે છે કે, તેમણે થોડા સમય પહેલા તબિયત નાદુરસ્ત થતા ડોક્ટરના કહેવા મુજબ તેઓ સેલબી હોસ્પિટલ અમદાવાદ ખાતે તપાસ કરાવી. ત્યાં કેન્સરનું નિદાન થયું અને પરિવાર માથે આભ ફાટયું. સારવારનો ખર્ચ લગભગ ત્રણ લાખ જેટલો જણાવ્યો હતો. અમારો પરીવાર ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો હોઇ આટલી મોટી રકમ એક સામટી કાઢવી અમારા માટે અશક્ય હતું. અમે ઘરે આવ્યાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયા, ત્યાં આયુષ્યમાન કાર્ડ વિશે અમને જણાવી કાર્ડની પ્રોસેસ તાત્કાલિક કરી આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાર્ડની સહાયથી કેન્સર જેવી બીમારીની પ્રાઇવેટ હોસ્પિટલમાં વિનામૂલ્ય સારવાર મળી જેના કારણે આજે તેઓ સ્વસ્થ છે. દરેક લોકોએ આ કાર્ડ કઢાવી લેવા અપીલ કરી હતી. તેમજ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.