સિંચાઈ મંત્રીએ ધરોઈ ડેમની મુલાકાત લીધી - At This Time

સિંચાઈ મંત્રીએ ધરોઈ ડેમની મુલાકાત લીધી


રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા ધરોઈ ડેમની મુલાકાતે આવ્યા હતા. જ્યાં રૂ.1300 કરોડના ખર્ચે પર્યટન સ્થળ તરીકે ડેવલપ થઈ રહેલી દરેક સાઈટ અને પાણી પુરવઠાના બે પ્લાન્ટની મુલાકાત કરી વિભાગના ઈજનેરો અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બે સાંસદો હરિભાઈ અને ભરતસિંહ સહિત સ્થાનિક ધારાસભ્ય સરદાર ચૌધરીની સાથે વિવિધ સ્થળોની મુલાકાત બાદ ધરોઈ સર્કિટ હાઉસમાં પહોંચ્યા બાદ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા કહ્યું કે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાના 800 થી વધુ ગામો અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા અને સિંચાઈ માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમને રૂપિયા 1300 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરવાનો આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી પોતે ધરોઈની મુલાકાતે આવ્યા હોવાનું જણાવ્યું હતું. અને અટલ ભુજલ યોજના અંતર્ગત પુરા ઉત્તર ગુજરાતને સિંચાઈ તેમજ પીવાનું પાણી સતત મળતું રહે તે માટે પાઈપ લાઈન દ્વારા ડ્રીપ ઈરીગેશન માટે તળાવો ભરવા પાણી આપવા સરકારે યોજના બનાવી હોવાનું કહ્યું હતું. સાંસદ અને ધારાસભ્યએ રજુઆત કરી હોવાથી ચીમનાબાઈ વગેરે જે કોઈ તળાવો ભરવાની સંભાવના હોય તે બાબતે કાર્યવાહી માટે ઈજનેરોને જરૂરી સૂચનો આપ્યા હોવાનું અને પીવાના પાણીની વર્ષો પૂર્વે ભૂગર્ભમાં નંખાયેલ 70 LPCD ની પાઇપો 100 LPCD ની કરી પુરા ઉત્તર ગુજરાતને પીવાનું પાણી પૂરું પાડવાની સિંચાઈ વિભાગની યોજના હોવાનું કહ્યું હતું.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.