ધંધુકા પોલીસે છસીયાણા ગામના માથાભારે ઇસમ વિરુદ્ધ કડક કાર્યવાહી - At This Time

ધંધુકા પોલીસે છસીયાણા ગામના માથાભારે ઇસમ વિરુદ્ધ કડક કાર્યવાહી


ધંધુકા પોલીસે છસીયાણા ગામના માથાભારે ઇસમ વિરુદ્ધ કડક કાર્યવાહી

ગેરકાયદેસર વીજજોડાણ દૂર કરી ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ કાર્યવાહી

ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છસીયાણા ગામના માથાભારે ઇસમ મુળજીભાઈ નરશીભાઈ વાઘેલા, જે ઉપર ગુન્હાઓ દાખલ છે, તેમના ઘરે ગેરકાયદેસર વીજજોડાણ હોવાનું માલુમ પડતા, યુ.જી.વી.સી.એલ. (UGVCL) ધંધુકા વિભાગને સાથે રાખી તે જોડાણ દૂર કરવામાં આવ્યું.

આ કાર્યવાહી ઈ.આઈ.જી.પી.શ્રી વીધી ચૌધરી સાહેબ (અમદાવાદ વિભાગ) અને પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ (અમદાવાદ ગ્રામ્ય) ના માર્ગદર્શન હેઠળ થઈ હતી. જિલ્લા પોલીસને ૧૦૦ કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી માટે ખાસ સુચના આપવામાં આવી હતી, જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વાગીશા જોષી સાહેબ (ધંધુકા ડિવિઝન) અને ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ગોજીયા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા.

પોલીસે ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરાવી ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરી. ધંધુકા પોલીસની આ પ્રશંશનીય કામગીરીથી અન્ય અસામાજિક તત્વો માટે ચેતવણીરૂપ સંદેશો ગયો છે. આગામી દિવસોમાં પણ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

રીપોર્ટર.: સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image