લખતર કૃષ્ણનગરમાં પહેલા વરસાદના તોફાની પવનમાં પતરા ઉડતા અફડાતફડી મચી - At This Time

લખતર કૃષ્ણનગરમાં પહેલા વરસાદના તોફાની પવનમાં પતરા ઉડતા અફડાતફડી મચી


લખતર કૃષ્ણનગરમાં પહેલા વરસાદના તોફાની પવનમાં પતરા ઉડતા અફડાતફડી મચી
પતરાના લીધે પીજીવીસીએલનો કેબલ કપાઈ ગયો સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત નહિ
લખતર તાલુકા મથક સહિત સમગ્ર લખતર તાલુકાના મોટાભાગના ગામમાં આજે સાંજના સમયે આખા દિવસની ગરમી બાદ અચાનક તોફાની પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો આથી આખા દિવસના ઉકળાટ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સાથે તોફાની પવનના કારણે લખતર ગ્રામજનો જીવ પડીકે બંધાઈ ગયા હતા ત્યારે અતિ ભારે પવનના કારણે લખતર વણા રોડ તાલુકા પંચાયત અને જૂની પોલીસ લાઈન પાછળ આવેલ કૃષ્ણ નગરમાં મકાનના ઉડી અને શેરીમાં પડ્યા હતા પતરા ઉડી નીચે પડતા સમયે પીજીવીસીએલનો કેબલ પતરાના લીધે તૂટી પડ્યો હતો આના કારણે સમગ્ર ગામમાં પાવર બંધ કરવાની ફરજ પડી હતી આ બાબતની જાણ લખતર પીજીવીસીએલના લાઈનમેન રાજુભાઈ કટારાને થતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે પીજીવીસીએલનો કપાઈ ગયેલ કેબલ રીપેર કરી લખતર ગામનો ફરી શરૂ કરાવ્યો હતો પતરા ઉડીને નીચે પડ્યા ત્યારે સદભાગ્યે કોઈ શેરીમાં નહિ હોવાથી કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયુ નહોતુ આથી સ્થાનિક સરકારી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.