હિંમતનગરમા ચોરો બન્યા બેફામ : બાઈક અને મોપેડની ઉઠાંતરી - At This Time

હિંમતનગરમા ચોરો બન્યા બેફામ : બાઈક અને મોપેડની ઉઠાંતરી


હિંમતનગરના મહાવીરનગરની કિષ્ણનગર સોસાયટીમાં રહેતા અને
મુળ હાથરોલના વતની જીવણભાઈ લીલાભાઈ રબારી પોતાનું એક્ટિવા રવિવારે મોતીપુરા કડીવાલા પેટ્રોલપંપ નજીક આવેલા દુકાન પાછળની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મુક્યું હતું. પાર્ક કરેલી જગ્યા પર પોતાનૂ એક્ટિવા જોવા ન મળતા વાહન ચોરીની ઘટના સંદર્ભે બુધવારે ફરિયાદ નોંધાવી હતી. અને કાંકણોલ ખાતે રહેતા નાથાભાઈ દલીચંદ પ્રજાપતિએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ મંગળવારે બપોરે પોતાનું મોટર સાયકલ કાંકણોલ પાટીયા નજીક હાઈવે રોડ પર આવેલા પોતાના ભંગારના ગોડાઉન પાસેની ખુલ્લી જગ્યામાંથી ચોરાયું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.