વડાપ્રધાનના કાર્યક્રમ માટેની સરકારી પાછળ 43. 07 લાખનો ખર્ચ.
વડાપ્રધાનના કાર્યક્રમ માટે વડોદરા એસટીની 175 જેટલી અને આરટીઓ મારફતે 199 ખાનગી બસોનો ઉપયોગ થયો હતો . દરમ્યાન આરટીઓની રજૂઆતના પગલે વડોદરા કોર્પોરેશનને 3. 98 લાખના સ્થાને 19. 95 લાખનું ચુકવણું કરવાની નોબત આવી છે . જ્યારે એસટી બસના 53. 99 લાખના ખર્ચ પૈકી બાકી રકમ 23. 12 લાખની રકમ ચૂકવવા અંગેનું કામ મંજૂરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે . લાઈક પ્રધાનમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે કોર્પોરેશને વાહન કમિટીની રચના કરી હતી . કમિટી દ્વારા ખાનગી બસોના રૂપિયા 2 હજાર પ્રતિબસ અને ગુજરાત એસટી બસના રૂપિયા 18 હજાર પ્રતિબસના મંજૂર કર્યા હતા . વડોદરા આરટીઓ દ્વારા 199 ખાનગી બસ અને જીએસઆરટીસી વડોદરા દ્વારા 175 બસ પૂરી પાડવામાં આવી હતી . જે અંતર્ગત આરટીઓ તરફથી 27. 88 લાખનું બિલ રજૂ થયું હતું . સ્થાયી સમિતિએ મંજૂર કરેલ પ્રતિબસ 2 હજાર મુજબ કુલ 199 બસોના ટીડીએસ કપાત કરી કુલ રૂપિયા 3. 90 લાખનો ચેક આપ્યો હતો . પરંતુ આરટીઓ વડોદરાનું બેંક ખાતુ ન હોય ચેક પરત કર્યો હતો . ત્યારબાદ શ્રી ક્રિષ્ના ટુરીઝમ વડોદરા દ્વારા આરટીઓ દ્વારા માન્ય ભાવ રૂ . 39 પ્રતિ કિલોમીટર ( મિનિમમ 240 કિલોમીટર ) પ્રમાણે 199 બસોના જીએસટી સાથે 19. 55 લાખનું બિલ ચુકવણા અર્થે રજૂ કર્યું હતું . આમ આરટીઓની રજૂઆતના પગલે 3. 98 લાખના સ્થાને 19. 95 લાખનું ચુકવણું કરવાનું થાય છે . જ્યારે જીએસઆરટીસી વડોદરા દ્વારા 18 હજાર પ્રતિ એસટી બસ મુજબ 175 બસોના ટીડીએસ કપાત કરી 30. 87 લાખની રકમ જીએસઆરટીસી વડોદરાના બેંક ખાતામાં જમા કરાવી હતી . જ્યારે બાકી રકમ 23. 12 લાખની માંગણી કરવામાં આવી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.