ઝુંડાળા ગામે વાડીએ પાણીની ઇલેક્ટ્રિક મોટર શરૂ કરતાં વીજ શોક લાગવાથી યુવાનનું કરુણ મોત - At This Time

ઝુંડાળા ગામે વાડીએ પાણીની ઇલેક્ટ્રિક મોટર શરૂ કરતાં વીજ શોક લાગવાથી યુવાનનું કરુણ મોત


જસદણ તાલુકાના ઝુંડાળા ગામે વાડીએ પાણીની ઇલેક્‍ટ્રિક મોટર શરૂ કરવા જતા પટેલ યુવાન કિશોરભાઈ કુરજીભાઈ પદમાણી (ઉ. વ. ૪૮)ને વીજ શોક લાગતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.ᅠ આ પટેલ યુવાન વાડીએ ખેતરમાં કામ કરતા હતા એ દરમિયાન ખેતરમાં વીજ મોટર ચાલુ કરવા ગયો હતો અને વીજ શોક લાગતા તેનું મોત નીપજયું હતું. તેના મૃતદેહનેᅠ જસદણ તાલુકાનાᅠ સાણથલી આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. બનાવને પગલે ઝુંડાળાના પદમાણી પરિવારમાં કલ્‍પાંતᅠ ફેલાયો છે. આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.