મહિલા સશક્તિકરણ અને સ્વરોજગાર અભિયાન લાઠી….
મહિલા સશક્તિકરણ અને સ્વરોજગાર અભિયાન લાઠી....
લાઠી પૂજ્ય મોરારીબાપુની રામકથા ''માનસ શંકર'' નિમીતે ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, પર્યાવરણ, સાંસ્કૃતિક, સ્વરોજગાર, જેવા અનેક શુભકાર્યો શ્રી ઘનશ્યામભાઈ શંકર, પરિવાર દ્વારા લાઠી પંથકમાં થયા છે, થઇ રહ્યા છે...
રામકથાની અનેક ધારાઓમાં મહિલા સશક્તિકરણ અને સ્વરોજગાર નિમિત્તે માતૃશ્રી પી.એમ.શંકર સ્કૂલમાં લાઠીની વહુ-દીકરીઓ માટે નિઃશુલ્ક બ્યુટીપાર્લર તાલીમ કોર્સનું આયોજન જૂન- 2023 માં શ્રીમતી ગીતાબેન અને શ્રી ઘનશ્યામભાઈ શંકરની ઉપસ્થિતિમાં થયું હતું જેમાં 75- જેટલી બહેનોએ ભાગ લીધો હતો...લાઠીના બ્યુટીપાર્લર એક્સપર્ટ સુશ્રી અર્ચનાબેન જાની અને સાયરાબેનના નેતૃત્વમાં આ 6- મહિનાનો કોર્સ શરુ કરવામાં આવ્યો હતો, તેમાં 1- મહેંદી, 2- ફેશિયલ, 3- વેક્સ, 4-આઈબ્રો, 5- થિયરી બુક, 6- મહેંદી બુક, 7- ઓલરાઉન્ડર ઓફ પાર્લર, 8- મેનિક્યોર, 9- પેડિક્યોર, 10- દુલહન શણગાર, 11- મેકઅપ, 12- નેઇલ આર્ટ થિયરી, 13- સાડી શણગાર, 14-સાઇનર 15- દુલ્હન મહેંદી, 16- કંકુ પગલાં મહેંદી, 17- મ્હેંદીના કોન બનાવતા વિગેરે બ્યુટીપાર્લરનો કોર્સ અને સૌંદર્ય પ્રસાધનો અને એનો યોગ્ય ઉપયોગની ટેક્નિકલ માહિતીઓ આપવામાં આવી હતી અને પ્રેક્ટિકલી શીખવવામાં આવ્યું હતું.....
તાલીમની પરીક્ષાઓ લેવામાં આવી અને તાલીમ પૂર્ણ થતા દરેક સહભાગી બહેનોને સર્ટિફિકેટ અર્પણ કરવાનો કાર્યક્રમ તા : 03-03-2024 સાંજે 04:00 કલાકે માતૃશ્રી પી.એમ.શંકર સ્કૂલ લાઠી ખાતે યોજાયો હતો, જેમાં સહભાગી અને સંચાલક બહેનો તથા સ્કૂલના સંચાલક શ્રી વિજયભાઈ પંડ્યા, શ્રી ઉકાભાઇ શંકર, શ્રી અરજણભાઈ શંકર અને મુંબઈથી ખાસ પધારેલા થિયેટર આર્ટિસ્ટ અને લેખક રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા...કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય સાથે થઇ હતી સમારોહનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ સુશ્રી ઝરણાબેન દવે દ્વારા કરવામાં આવ્યું, અભ્યાસક્રમમાં સખત મહેનત અને રસ લઈને શીખનારા બહેનોને 1 થી 5 નંબર આપવામાં આવ્યા, જેમાં 1 - મેવાડા વાંશિકાબેન 2- આસોદરા માનસીબેન, 3- સખીરાણા મેરાજબેન, 4- ધરજીયા દ્રષ્ટિબેન, 5- મકરાણી રોઝમીનબેન અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું, અને બીજા બહેનોએ પણ ખુબ મહેનત કરી હતી બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્વળ ભવિષ્ય માટે ગીતાબેન અને ઘનશ્યામભાઈ શંકર તરફથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી....
આ કોર્સ બહેનોને મોટી રોજગારી પૂરી પાડી શકે છે, સૌંદર્ય પ્રસાધનનું માર્કેટ જોરદાર રીતે વિકસી રહ્યું છે, બ્યુટીપાર્લર શરુ કરીને કે ઘરેથી પણ આ કામ કરી શકાય છે, અને ઘર કુટુંબમાં આવતા શુભ પ્રસંગોએ તાલીમનો લાભ લઈને શીખેલી ઘણી બધી વસ્તુઓ ચોક્કસ કામમાં આવશે એ પણ એક પ્રકારનો લાભ જ છે...અર્ચનાબેન દ્વારા કોર્સની માહિતીઓ અને અનુભવો જણાવવામાં આવ્યા હતા, ઝરણાબેન અને શ્રી વિજયભાઈ પંડ્યા અને રાજેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું શ્રી અરજણભાઈ, ઉકાભાઇ, શ્રી વિજયભાઈ, ઝરણાબેન અને રાજેશભાઈ પટેલ દ્વારા સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.નવી બેચ જાન્યુઆરી 2024 થી શરુ કરવામાં આવી છે જેમાં 60 જેટલા બહેનો વિધિવત તાલીમ લઇ રહ્યા છે તાલીમાર્થી બહેનો દ્વારા શ્રીમતી ગીતાબેન અને ઘનશ્યામભાઈ શંકરનો આભાર માનવામાં આવ્યો હતો રામકથાની યાદમાં લાઠીમાં હજુ પણ અનેક સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.