બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં યોજાયા કાર્યક્રમો - At This Time

બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં યોજાયા કાર્યક્રમો


બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં યોજાયા કાર્યક્રમો

બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાઓને ફૂલ આપી પ્રોત્સાહન કરવાનું કાર્ય હોય કે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ અંગે જાગૃતિ કેળવવાનું કાર્ય હોય.બોટાદ જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અવનવાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જાહેર જનતાને પેમ્ફલેટ અને માહિતીપ્રદ સામગ્રીઓનું વિતરણ કરી ટ્રાફિક નિયમો,સલામતીના પગલાં અને પાલન અંગે શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે,સમયસૂચકતા સાથે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓને તુરંત સહાયભૂત અને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને સન્માનિત કરવાના હેતુથી 2021થી ગુડ સમરિટન એવોર્ડ યોજના અન્વયે પણ નાગરિકોને સમજ આપવામાં આવી રહી છે,એ.આર.ટી.ઓના કર્મયોગીઓ દ્વારા શાળા-કોલેજોમાં ઇન્ટરેક્ટિવ સત્રો યોજવામાં આવી રહ્યા છે. આ ઇવેન્ટ્સ થકી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે માર્ગ સલામતી વિશે શીખવાનું તો આનંદપ્રદ બનાવે જ છે,

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.