રાધનપુરમાં હેતુફેર કર્યા વિના શોપિંગ સેન્ટર બનતાંની રજૂઆતના પગલે તપાસનો આદેશ. રહેણાંક મકાનમાં શોપિંગ સેન્ટર બની રહ્યું હોવાની જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરી - At This Time

રાધનપુરમાં હેતુફેર કર્યા વિના શોપિંગ સેન્ટર બનતાંની રજૂઆતના પગલે તપાસનો આદેશ. રહેણાંક મકાનમાં શોપિંગ સેન્ટર બની રહ્યું હોવાની જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરી


રાધનપુરમાં હેતુફેર કર્યા વિના શોપિંગ સેન્ટર બનતાંની રજૂઆતના પગલે તપાસનો આદેશ.
રહેણાંક મકાનમાં શોપિંગ સેન્ટર બની રહ્યું હોવાની જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરી
નાયબ કલેકટરે તપાસના આદેશ આપતાં સર્કલ અને તલાટી દ્વારા પંચનામું કરી તપાસ શરૂ કરી
પાટણ જિલ્લા નાં રાધનપુર શહેરમાં મસાલી રોડ ઉપર હેતુ ફેર કર્યા વગર જ રહેણાંક પ્લોટમાં શોપિંગ સેન્ટર બની રહ્યું હોવાની નાયબ કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી છે.જેના પગલે નાયબ કલેક્ટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ ઉપર સરસ્વતી નગર સોસાયટીના આગળના ભાગે રહેણાંક હેતુ માટે પ્લોટીંગ થયેલું હોવા છતાંય તેમાં હેતુફેર કર્યા વગર જ શોપિંગ સેન્ટર બની રહ્યું હોવાથી તેની કામગીરી રોકવા માટે જાગૃત નાગરિક અલ્પેશભાઈ હરેશભાઈ દવે દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા નાયબ કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.સર્કલ અને તલાટી દ્વારા ઘટનાસ્થળે પંચનામું કરી આગળની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતાં કસ્બા તલાટીએ ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રજૂઆત કરનાર અલ્પેશભાઈ દવેના જણાવ્યા મુજબ મસાલી રોડ ઉપર રેવન્યુ સર્વે નં.382 જે વલ્લભનગર સ્કૂલની બાજુમાં આવેલ છે.રહેણાંકની પરમિશન હોવા છતાંય ત્યાં વાણિજ્ય હેતુસર શોપિંગ સેન્ટર બની રહ્યું છે.બાંધકામ તદ્દન ગેરકાયદેસર થઇ રહ્યું છે.તાત્કાલિક શરતભંગની કાર્યવાહી કરવી જોઈએ તેવું જણાવ્યું હતું.
. રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.