ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની પ્રેસકોન્સફરન્સ અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગીને ભુકો. છડેચોક દારૂ જુગાર દ્રગ્સ વેશ્યાંગૃહ રેતી ખનન હપ્તાખોરી ઓમાં શાસકપક્ષ નાં આગેવાનો ની સંડોવણી
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની પ્રેસકોન્સફરન્સ
અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગીને ભુકો.
છડેચોક દારૂ જુગાર દ્રગ્સ વેશ્યાંગૃહ રેતી ખનન હપ્તાખોરી ઓમાં શાસકપક્ષ નાં આગેવાનો ની સંડોવણી
અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગીને ભુકો થયેલ છે. દિન-પ્રતિદિન સલામતીનાં ધજીયા ઉડી રહ્યાં છે. ભાજપનાં પદાધિકારીઓથી દિકરીઓ પણ સલામત રહી નથી. છડેચોક ખુલ્લા મેદાનમાં રહેણાંક વિસ્તારમાં વૈશ્યાગૃહ જેવી પ્રવૃતિ ચાલી રહી છે અને તેમાં શાસકપક્ષના આગેવાનો સંડોવાયેલા છે તેની સામે તંત્ર ફરીયાદ પણ લઈ શકતું નથી. અમરેલી જિલ્લો દિન-પ્રતિદિન ઘાતક બનતો જાય છે. રેતી ખનન, છડેચોક દારૂનું વેચાણ, ડ્રગ્સ જેવી યુવાનોને બરબાદ કરવા માટેની પ્રવૃતિ, તંત્રની હપ્તાખોરી, ગૃહ ખાતાનો પ્રધાન ગુજરાત ને ન શોભે તેવાં નિવેદનો કરે, ભાજપને ઉભો કરવા માટે જેનો જિલ્લામાં મહત્વનો ફાળો છે તેવા મોટા ગજાનાં આગેવાનો પ્રેસ નિવેદન કરી તપાસ માંગવી પડે, ઇકો સેન્સિટિવ ના નામે ખેડુતોને બરબાદ કરવાની પ્રવૃતિ શરૂ થાય અને ઇકો ઝોન જે વિસ્તારમાં લાદવામાં આવેલ છે ત્યાં ખનન ની સરેઆમ પ્રવૃતિ કરવામાં આવે, શાસકપક્ષનાં મળતિયાઓ કાયદાને નેવે મુકી જિલ્લામાં તમામ પ્રકારની ગેરપ્રવૃતિ કરે છતાપણ તંત્ર મૌન રહે, ડો.જીવરાજ મહેતા ના સપનાનો જિલ્લો અને આટલા નબળા ચુટાયેલા ધારાસભ્યો ભ્રષ્ટ્રાચારમાં ખુપી ગયેલો આખો જિલ્લો, રસ્તામાં ખાડાને કારણે વાહનચાલકો મોતને ઘાટ ઉતરે, તંત્ર ઉપર પત્રથી રજુઆત કરવામાં આવે, મુખ્યમંત્રી સુધી રજુઆતો થાય છતાંપણ પરિણામ શુન્ય, હિન્દુ ધર્મનાં નવરાત્રીનાં નવલા દિવસો હોય ત્યારે ભાજપનાં આગેવાનો લાઠી રોડ ઉપર બહુમાળીમાં વેશ્યાગૃહ ચલાવી અને જે પ્રકારની પ્રવૃતિ કરે ત્યારે આજુ-બાજુનાં રહેણાંક વિસ્તારમાં રહેતાં ભદ્ર સમાજનાં લોકો પોતાની બહેન-દિકરીઓની સલામતી ઉપર ચાલતી પ્રવૃતિ ઉપર ફ્લેટને તાળા લગાડે અને નરાધમો પોતાની ગાડી મુકી ભાગી જાય છતાપણ તંત્ર કબ્જે ન લે, છડેચોક રેતી અને દારૂ વેચાઇ તેવું શાસકપક્ષનાં મુખ્ય પદાધિકારીઓ ખુલી પાડે ત્યારે જિલ્લા પોલીસ વડા આપ શું કરો છો? ગુજરાત રાજ્યનું વિધાનસભામાં દંડક જેવા મહત્વનું પદ ભોગવતા આ વિસ્તારનાં ધારાસભ્ય ફાંકા ફોજદારીમાં નવરા ન થાય, સહકારી પ્રવૃતિને પોતાની બાપીકી માની જયાં પોતે મકાન ધરાવતાં નથી તેવી સોસાયટીમાં સોસાયટી ધારકોનાં કમીટી સભ્યોને દબાવી પોતાનો ઠરાવ કરી, હાઉસીંગ બોર્ડ જેવી કોંગ્રેસે સ્થાપેલી સંસ્થા ત્યાં ગેરકાયદેસર પદ ભોગવે છે ત્યારે ધારી ખાતે મળેલી કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની જિલ્લાની મહત્વના આગેવાનોની બેઠકમાં કોંગ્રેસપક્ષનાં નેતાએ પોતાનાં ભાષણમાં બોલવું પડે છતાપણ તંત્રનાં પેટનું પાણી ન હલે ત્યારે આ રાજ્યને અને જિલ્લાને ચુંટાયેલા પદાધિકારીઓ 'બેટી બચાવો' ની વાતો કરવાનો લેસ માત્ર અધિકાર નથી તેવો સીધો જ અમરેલીનાં ધારાસભ્ય રાજયનાં દંડક ને પ્રશ્ન પુછી જાણવા માંગુ છું કે, લાઠી રોડ ખાતે સોશિયલ મીડીયા મારફત ભાજપનો આગેવાન મહત્વનું પદ ધરાવતો વ્યક્તિ વેશ્યાગૃહ ચલાવે અને પોતે પણ સંડોવાયેલ છે ત્યારે આ બાબતે અમરેલી જિલ્લાને આપ શું કહેવા માંગો છો? દિકરીઓના અને નવરાત્રીના નવલા દિવસોમાં આ બાબતે આપનો શું અભિપ્રાય છે? તે અમરેલીની જનતાં જાણવા માંગે છે તેવા વૈધક
સવાલ સાથે પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે નિવેદન કરી જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યનાં ગૃહ જિલ્લામાં અને સુરત ખાતે કલાકે કલાકે બળાત્કાર થાય, મણીપુર મીલ્ટ્રીનાં જવાનોના કુટુંબો પણ સલામત નથી, બંગાળમાં ડોકટર સાથે બળાત્કારનો દુ:ખદ બનેલ બનાવ અંગે મીળબતી લઈને નીકળી પડતા ભાજપનાં
પદાધિકારીઓ વિશ્વ હિન્દુ પરીષદ નો પ્રમુખ આગેવાન, સુરત અને દાહોદ ખાતે સ્કુલમાં ભાજપનાં
સંચાલકો દ્વારા ચાલતી સ્કુલો અને સરકારી સ્કુલોમાં દિકરીઓ સલામત નથી, ટ્યુશન કલાસમાં
દિકરીઓને પીંખી નાખવામાં આવે, ગુજરાતમાં હવે આવું ક્યાં સુધી ચલાવવામાં આવશે? તેવો વૈધક
સવાલ મારા મનમાં જ નહી પણ ભાજપને ઉભો કરવા જેનો અત્યાર સુધી પ્રયાસો છે અને દેશના
વડાપ્રધાનને પણ પ્રથમ મુખ્યમંત્રી બનાવવાનો મહત્વનો ફાળો છે તેમણે દર્દ વ્યકત કરવું પડે તે કેટલા
અંશે વ્યાજબી છે તેમશ્રી ઠુંમરે પ્રેસ કરી જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.