રાજકોટ થી જસદણ 8:15 એ આવતી બસ અનિયમિત થતા મુસાફરો ને વેઠવી પડી ભારે હાલાકી
રાજકોટ બસ સ્ટેશન ખાતેથી રોજ રાત્રે 8:15 કલાકે રાજકોટ જસદણ રૂટની બસ જસદણ માટે ઉપડે છે આ બસમાં અનેક નોકરીયાતો, વેપારીઓ સહિતના મુસાફરો નિયમિત જસદણ આવે છે તારીખ 29/06/2024 ને શનિવારે રાત્રે 8:15 કલાકે આ બસ નહી આવતા અનેક મુસાફરો રખડી પડ્યા હતા ઉપરાંત તે દિવસે રાજકોટ જસદણ સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં ખૂબ જ વરસાદ હતો ત્યારે આ બસ નહીં આવવાથી મુસાફરોને મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રાજકોટ ઇન્કવાયરી ઓફિસ ખાતે તપાસ કરતા 8:15 કલાની આ બસ સેવા કલાક મોડી એટલેકે 9:30 કલાક બાદ રાજકોટના બસ સ્ટેશનમાં આવી હતી અને જસદણ જવા માટે ઉપડી હતી જોકે અંદાજે સવા કલાક બસ મોડી આવતા અનેક મુસાફરોએ પોતપોતાની રીતે વ્યવસ્થા કરીને વાયા આટકોટ થઈને અથવા ખાનગી વાહનો દ્વારા જસદણ પહોંચ્યા હતા દરરોજ રાત્રે 9:15 કલાકે ઉપડતી રાજકોટ જસદણ રૂટની બસ પણ અનેક વખત અનિયમિત હોય છે નિયમિત અને સમયસર બસ ઉપડે તેવી મુસાફરોની માગણી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.