દેશમાં થઈ રહેલી વૃક્ષછેદનની પ્રવૃતિ સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકારતું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર
દેશમાં થઈ રહેલી વૃક્ષછેદનની પ્રવૃતિ સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ
સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકારતું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર
રાજકોટ તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટ એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ ખરાબ તેવું ઠરાવી અને ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારને રૂપીયા ૧ લાખનો દંડ ફટકારવાની મંજુરી આપી હતી. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારે આવકાર્યો હતો અને પર્યાવરણલક્ષી આ નિર્ણય લેવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
સુપ્રિમ કોર્ટ ના આદેશ અનુસાર ભારતના તમામ રાજયની સરકાર તથા તમામ કોર્પોરેશન, નગરપાલીકાઓ, ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ, સંબંધીત કચેરીઓ જો ગેરકાયદેસર વૃક્ષો કાપનારને રૂા. ૧ લાખનો દંડ ફટકારે તો દેશમાં એકપણ વૃક્ષ કપાશે નહી અને પર્યાવરણને ખૂબ મોટું નુકશાન થતુ અટકશે તેવી અપીલ સદભાવના વૃધ્ધાશ્રમ પરિવારે કરી હતી.
વ્રુક્ષછેદનની પ્રવૃત્તિ સામે સુપ્રિમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, પર્યાવરણને નુકસાન પહોંચાડતા લોકો પ્રત્યે દયા બતાવવી જોઈએ નહી. સુપ્રિમ કોર્ટે મોટી સંખ્યામાં વ્રુક્ષો કાપી નાખવાના કૃત્યને માનવ હત્યા કરતા પણ વધુ ખરાબ ગણાવ્યું છે. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ માટે ૧ લાખ રૂપિયાનો દંડ લાદવાની મંજૂરી પણ આપી હતી. સંબંધિત સત્તાવાળાઓની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારા અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેવો સ્પષ્ટ સંદેશ આપતા, વ્રુક્ષો કાપનારને કડક સંદેશો મોકલવાની જરૂર છે કે તેમના આ કૃત્યને હળવાશથી લેવામાં નહીં આવે. કોર્ટની પરવાનગી વિના સ્પષ્ટપણે કાપવામાં આવેલા વૃક્ષો દ્વારા બનાવેલા ગ્રીન કવરને ફરીથી ઉત્પન્ન કરવા અથવા ફરીથી બનાવવા માટે ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ લાગશે.
અત્રે ઉલેખનીય છે કે, સદભાવના વૃદ્ધાશ્રમનું ભારતને ગ્રીન બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 35 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષોમાં સમગ્ર સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ભારત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં 35,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સમગ્ર કાર્ય 400 ટેન્કર ,400 ટ્રેક્ટર અને 3000 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી કરવામાં આવે છે.
વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઈ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફૂટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને ક્યારેક સ્વને અનુભવીને આપણે એમને માટે કરુણા અનુભવી શકતા હોઈએ છીએ. ખેર,આ તો મનુષ્ય છે જે એક એવું સંસારિક પ્રાણી છે જે બોલી શકે છે, કામ કરી શકે છે, કમાય શકે છે પણ પ્રાણીઓ ! આપણે દિવસે દિવસે જંગલો કાપીને પ્રાણીઓના નિવાસ સ્થાન છીનવી રહ્યા છીએ, પ્રકૃતિને ઉત્સાહભેર નુકસાન કરી રહ્યા છીએ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
