જસદણમાં હીરાની મંદીને કારણે કલ્પેશ ઝીંઝુવાડીયાનો આપઘાત
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ )
જસદણના આલણ સાગર ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. જસદણના ચિતલીયા કુવા રોડ પર ઉમિયા નગરમાં રહેતો 34 વર્ષીય કલ્પેશ લાલજીભાઈ ઝીંઝુવાડીયા નામના યુવકે બેકારીથી કંટાળી ડેમમાં ડૂબીને કર્યો આપઘાત. જસદણમાં છેલ્લા 15 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હોય અને હાલ હીરામાં મંદીને લઈને પૂરતું કામ ન થતું હોય જેના પરિણામે ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય જેને લઈને બેકારીથી કંટાળી ગઈ કાલે 1.30 કલાકે ઘેરથી નીકળી જસદણ થી દૂર પાંચ કિલોમીટર આલણ સાગર તળાવમાં પડી આપઘાત કર્યો. ડેમના કાઠે તેમનો મોબાઇલ અને આધારકાર્ડ પરથી સરપંચે પરિવારજનોને જાણ કરતા પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકનું મૃતદેહ બહાર કાઢી જસદણ સિવિલ હોસ્પિટલ પી.એમ. માટે લઈ આવ્યા હતા. આપઘાત કરનાર યુવક ને એક બહેન અને બે ભાઈ માં નાનો હોય જેના લગ્ન બોટાદ ગામે થયેલા હતા. તેમને પરિવારમાં એક પુત્રી અને પુત્ર સગીર વયના છે. આજે આપઘાત કરવાથી નાના બાળકોએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી છે. હીરામાં મંદી હોય અને પૂરતું કામ નથી થતું હોય તેથી આપઘાત કર્યો હોય તેવું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આપઘાતને લઈને પરિવાર શોકમય બની ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
