હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને નવા કાયદા ની જાગૃતિ માટે મિટિંગ યોજાઈ
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને નવા કાયદા ની જાગૃતિ માટે મિટિંગ યોજાઈ
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં આજે ડીવાયએસપી રીમા ઝાલા ની અધ્યક્ષતા હેઠળ સદર પોલીસ સ્ટેશન વિસ્તાર ના ઇલોલ,મહેરપુરા, વક્તાપુર, સવગઢ,ઝહીરાબાદ, માલીવાડા, કનાઈ વગેરે ગામના અગ્રણીઓ ની મિટિંગ યોજાઈ જેમાં ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા આગામી પહેલી જુલાઈથી અમલમાં આવનાર નવા કાયદા ઓ અંગે ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને સાથે સાથે પોક્સો એક્ટ હેઠળ બનતા ગુન્હાઓ બનતા અટકાવવા માટે અને પોક્સો ગુન્હા ની દુરોગામી અસરો વિષે સમજણ આપવામાં આવી હતી, સદર મિટિંગમાં જિલ્લા સરકારી વકીલ જિતેન્દ્રભાઈ એમ.પટેલ દ્વારા મની લોન્ડરિગ, વ્યાજખોરો અને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના કાયદા અંગે વિસ્તૃત વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.