ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમશાળા-અમદાવાદ દ્વારા. સુરત ખાતે ડિસેબિલીટી ઈન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અને લાઇવ ફ્લ્ડ રેસ્ક્યુ તાલીમ યોજાઇ
ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમશાળા-અમદાવાદ દ્વારા.
સુરત ખાતે ડિસેબિલીટી ઈન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અને લાઇવ ફ્લ્ડ રેસ્ક્યુ તાલીમ યોજાઇ.
સુરત: બુધવાર: ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમશાળા-અમદાવાદ દ્વારા સુરત ખાતે તા.૧૮ મે એ ડિસેબિલીટી ઈન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (દિવ્યાંગ અશક્ત વ્યક્તિનો બચાવ) તથા ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ તાલીમ યોજાઇ. જેમાં સિવિલ ડિફેન્સ-સુરત અને યુનિવર્સલ ફાઉન્ડેશન-(NGO)ના સભ્યો તેમજ સંસ્કાર ભારતી વિદ્યાલય- અડાજણના શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા. તાલીમના ભાગરૂપે સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૪.૦૦ વાગ્યા દરમિયાન સંસ્કાર ભારતી સ્કૂલ, પાલનપુર પાટિયા, અડાજણ ખાતે ટ્રેનિંગમાં દિવ્યાંગતાના પ્રકારો અને દિવ્યાંગો ને ડિઝાસ્ટર સમયે કેવીરીતે બચાવ કરવો તથા કેવીરીતે બચવુ તે બાબતે થીયરીકલ ટ્રેનિંગ યોજાઇ તદ્ઉપરાંત જીવનરક્ષાના પગલા રુપે ડેડબોડી ડિસ્ટ્રોય, ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જળહોનારતમાં યોગ્ય વ્યવસ્થાપન સંદર્ભે પ્રેક્ટીકલ તાલીમ માટે સાંજે ૦૪.૩૦ વાગ્યે જોગાણીનગર ૨૦ ફુટ ઉંડાઇ ધરાવતા ડાઇવીંગપુલ, અડાજણ ખાતે ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ (પૂર, જળહોનારતમાં ફસાયેલા વ્યક્તિઓનો બચાવ) વિષે સિવિલ ડિફેન્સથી અમરોલી ડિવિઝનલ વોર્ડન, પ્રકાશકુમાર વેકરીયા દ્વારા જીવંત ડેમો કરી રાષ્ટ્રસેવાના ભાગરુપે ૯૦ જેટલા સિવિલ ડિફેન્સના મહીલા તથા પુરુષ વોલિયંટરોને ટ્રેનિંગ અપાઇ. તથા ફ્લડ રેસ્ક્યુ ડેમો પર્સન તરીકે વેકરીયા દ્વારા ૩૦ ફૂટ ઉંચેથી પાણીમાં ડાઈવ(કુદકો) મારી ૨૦ ફુટ ઊંડે રહેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર ખેંચી લાવી તથા મૃતદેહને કેવીરીતે બહાર લાવવા ઉપરાંત મહીલા કે પુરુષના ડુબતા બચાવ અંગે જીવ સટોસટની બાજી લગાવી સામાન્ય રીે કોઇપણ ઓજાર વિના પોતાની રીતે દોરી, બોટલ કે કપડાના ઉપયોગથી લાઇવ ડેમોસ્ટ્રેશન દ્વારા અલગ અલગ પ્રેક્ટીકલ અનુભવના આધારે ટ્રેનિંગ આપવામાં આવી હતી.
ઉપરોક્ત એક દિવસીય તાલીમ સત્ર અને રેસ્ક્યુ ટ્રેનિંગ દરમિયાન નાગરીક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદ થી નાયબ પોલીસ અધીકક્ષક અને કમાન્ડન્ટશ્રી એ.એ શેખ સાહેબ, સુરત સિવિલ ડિફેન્સ ના તમામ અધીકારીઓ તથા GIDM થી ડો.સદિપ પાંડે સાહેબ, તથા બકુલ સારંગ (ચિફ સ્વિમીંગ ઇન્ટ્રક્ચર સુરત) અને શૈશવ સારંગ, ઇન્ટ્રક્ચર મનિષ જોષી અને સાહીલ સાલુંકે તથા સુરત ફાયર વિભાગથી માર્શલ લીડર મેહુલ સેલર અને માર્શલ વિશાલ ધુંગરા સહીત તમામ સેક્ટરોની ટીમ ઉપસ્થિત રહી ઉપરોક્ત ફલ્ડ ટ્રેનિંગ પુર્ણ કરી GIDM અને નાગરીક સંરક્ષણ દળ દ્વારા સુરત મ.ન.પા કમિશ્નરશ્રી ને આભાર તથા સૌ તાલિમાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.