સ્વદેશાભીમાન ની લહેર પ્રગટાવતુ દામનગર મિત્ર મંડળ નું મુંબઈ ખાતે તૃતીય સ્નેહ મિલન યોજાયું મહામુત્સદી ઓ સમાજ શ્રેષ્ટિ ઓ ઉદારદિલ દાતા ઓ ના વરદહસ્તે પાંગરતી પ્રતિભા ઓને પ્રોત્સાહિત કરાયા
"મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું મુજ હૈયા માં વહ્યા કરે શુભ થાઓ આ સકલ વિશ્વ નું એવી ભાવના નિત્ય રહ્યા કરે"
"શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક જેમાં તન મન વારી એ તે લાખો માં એક"
દામનગર વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ એ વતન ને ક્યારેય વિસરી શકે નહીં. દામનગર થી રાજ્ય નાં વિવિધ ઉપનગર કે મુંબઈ જેવા મહાનગરો માં સ્થાયી થયેલા અનેક વતન પ્રેમી ઓનું સોશ્યલ મીડિયા ગ્રુપ એટલે "દામનગર મિત્ર મંડળ" આ મિત્ર મંડળ નું શ્રી સ્વામી નારાયણ મંદિર હોલ યોગીનગર બોરીવલી વેસ્ટ ખાતે ગત તા ૦૫ જાન્યુઆરી એ તૃતીય સ્નેહ મિલન યોજાયું માદરે વતન થી દુરસદુર હોવા છતાં મુંબઈ માં વતન દામનગર પ્રગટાવી દેતા વતન પરસ્તી ઓ મળ્યા વતન દામનગર માટે પ્રબળ સ્નેહ થી સ્વદેશાભીમાન લહેર પ્રગટાવતા અદભુત સ્નેહ મિલન માં જંગમી તીર્થંકર સમાં સતી રત્નો પૂજ્ય પુર્વીબાઈ મહાસતીજી પૂજ્ય સુપુર્વીબાઈ મહાસતીજી આશીર્વચન માટે પધાર્યા સમગ્ર દામનગર શહેર ના ભલે ગમે તે શહેર કે ગામડા માં વસે પણ અઢારેય આલમ વચ્ચે આટલી ઐક્યતા ભાતૃપ્રેમ થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા પૂજ્ય સતી રત્નો એ અંતર થી આશિષ પાઠવ્યા
શ્રેષ્ટિ શ્રી મુકેશભાઈ અજમેરા ની અધ્યક્ષતા યોજાયેલ સ્નેહ મિલન ના બેનમૂન આયોજન બદલ ગદગદિત થતા અનેક મહાનુભવો ના વરદહસ્તે દીપ પ્રાગટય કરી રાષ્ટ્રગાન થી પ્રારંભયેલ સ્નેહ મિલન માં દામનગર નું દેશ દેશાવર માં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરી નામ રોશન કરનાર મહામુત્સદ્દી માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા
સમાજ શ્રેષ્ટિ નાથુભાઈ ગાંધી ઇજનેરી કૌશલ્ય ની કમાલ "ઘર હોતો એસા" નાં પ્રણેતા બોસમિયા બંધુ ઓ વિદ્વાન ધર્મશાસ્ત્રી કપિલભાઈ જોશી નટુભાઈ વ્યાસ પરિવાર નિતેશભાઈ વ્યાસ ISA.જયેશભાઈ પાઠક ભુતપૂર્વ સૈનિક.મનિષભાઈ જાની ભુતપૂર્વ સૈનિક તિર્થભાઈ જોબાલિયા સૈનિક સુજાતાબહેન હકાણી ગાયક હિમાનીબહેન ગઢવી ગાયક.અશોકભાઈ ગઢવી ગાયક વ્યોમીબહેન ગાંધી બોક્સિંગ અર્ણવભાઈ ગાંધી ચેસ પરેશભાઈ ત્રિવેદી ગાયક ત્રત્વિકભાઈ ત્રિવેદી ગાયક નું વિશિષ્ટ સન્માન કર્યું હતું
સૌરાષ્ટ્ર થી લાગણી ના તાંતણે બંધાયેલ મિત્ર મંડળ ના સ્નેહ મિલન માં પધારેલ મહેમાન શ્રી સુરેશભાઈ મહેતા ઉદારદાતા રત્ન માજીનગર પતિ વશરામભાઇ બારડ વલ્લભભાઈ બારડ અનંતભાઈ ઠકકર અશોકભાઈ ભુછડા કિશોરસિંહ પરવાળા દિપકભાઈ અદાણી સહિત ના મહેમાનો એ રોનક પ્રસરાવી હતી સ્નેહ મિલન માં અવિરત ખડેપગે સેવારત સ્વયંસેવક ટિમ વિપુલભાઈ જુઠાણી હિતેશભાઈ ગાંધી યોગેશભાઈ અજમેરા ગૌરાંગ અજમેરા યોગેશભાઈ નારોલા સ્નેહ મિલન સમારોહ ને સફળ બનાવતા તન મન ધન થી નાના માં નાની સેવા ની સુપરે નોંધ લેવાય હતી અને સર્વત્ર સરાહના કરાય હતી દામનગર-મુંબઈ મિત્ર મંડળ ના તૃતીય સ્નેહ મિલન સમારોહ માટે સતત નેતૃત્વ પૂરું પાડી અદભુત સંકલન કરી વતન ના રતન વિક્રમભાઈ જોબાલિયા નગીનભાઈ મોદી શેલૈષભાઈ પારેખ પરેશભાઈ અજમેરા પ્રતાપભાઈ મહેતા વિક્રમભાઈ અદાણી રાજન જોબાલિયા. નરેશભાઈ પટેલ તુલસીભાઈ બોખા દિપકભાઈ બોસમિયા પ્રતાપભાઈ મહેતા વિપુલભાઈ જુઠાણી યોગેશભાઈ નારોલા હિતેશભાઈ ગાંધી સંજયભાઈ અદાણી દિલીપભાઈ અદાણી પારુલબહેન પારેખ.સુધાબહેન વધાણી સહિત અનેક વ્યક્તિ ઓએ સ્નેહ મિલન ભવ્ય સફળતા માટે જહેમત ઉઠાવી હતી વતન ના વિકાસ માટે પ્રબુદ્ધ અગ્રણી ઓ વચ્ચે વિસ્તૃત પરામર્શ યોજાયો હતો દામનગર-મુંબઈ મિત્ર મંડળ ના સ્નેહ મિલન માં પધારેલ સુરેશભાઈ મહેતા નાથુભાઈ ગાંધી દીપકભાઈ બોસમિયા સહિત ના વતન પ્રેમી ઓનું મનનીય વ્યક્ત વતન માટે સુંદર શીખ આપતો સદેશ આપ્યો હતો દામનગર ના નાના મોટો સૌ કોઈ એ વિશિષ્ટ આવડત અનુભવ થી વિવિધ ક્ષેત્રે કરેલ સેવા પ્રદાનો ને યાદ કરાયા હતા જૂની સ્મૃતિ ઓ વાગોળતા
અનેક વડીલો એ વામવયે વિદ્યાભ્યાસ થી લઈ
વેપાર ધંધા બિઝનેસ રોજગાર માટે મુંબઈ ને કર્મભૂમિ બનાવી નામ દામ મેળવ્યા હોય કે ગરીબ કે તવંગર તમામ વડીલો એ જૂની સ્મૃતિ ઓ વાગોળી હતી વામવય થી વૃદ્ધત્વ સુધી પહોંચી ચુકેલ અનેક મહાનુભવો વચ્ચે ભારે વિનોદ વૃત્તિ ના દ્રશ્યો જોવા મળ્યા હતા તૃતીય સ્નેહ મિલન સમારોહ માં દામનગર શહેર ની અનેક પરિવારો ની મુંબઈ સ્થિત પુત્રી રત્નો ને સ્નેહ મિલન માં ખાસ આમંત્રિત કરાયા હતા ભાવાત્મક દ્રશ્યો પારિવારિક સંપર્કો સયુંકત કુટુંબ ભાવના તાજી બનાવતા તૃતીય સ્નેહ મિલન ને ભવ્ય સફળતા સાથે રાસ ગરબા સંગીત સંધ્યા સાથે ઝૂમી ઉઠ્યા હતા મુંબઈ માં વતન દામનગર પ્રગટાવી દેતા યાદગાર સ્નેહ મિલન ભવ્ય સફળતા થી સંપન્ન થયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
