કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી મામા-ભાણેજને ધમકી આપી વાહનમાં તોડફોડ - At This Time

કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી મામા-ભાણેજને ધમકી આપી વાહનમાં તોડફોડ


શ્રધ્ધાપાર્કમાં કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી મામા-ભાણેજને ધમકી આપી વાહનમાં તોડફોડ કરતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે સત્ય પ્રકાશ સ્કૂલની સામે શ્રદ્ધા પાર્કમાં કવિ કલાપી ટાઉનશીપમાં રહેતાં સુરજ કાળુભાઇ મોરી (ઉ.વ 25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જીજ્ઞેશ ઉર્ફે બાવકો અરવિંદ ગોહેલ, દિનેશ ઉર્ફે બચુ અરવિંદ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી અને બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે તે મજુરીકામ કરે છે.
અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં તેમના મામા પપ્પુભાઈ કાળુભાઈ ભાલીયા ફરીયાદી છે જેમાં તે સાહેદ છે. તેમના મામાએ બાબરીયા કોલોની રહેતા દિનેશ ઉર્ફે બચુ અરવિંદ ગોહેલ તથા તેના બે ભાઇ જીગ્નેશ ઉર્ફે બાવકો, રણજીત ઉર્ફે કાનો વિરુધ્ધ ગઇ તા.19/09/2022 ના ફરીયાદ કરેલ હતી. જે કેસ કોર્ટમાં હાલ ચાલું છે.
ગઇ તા.25 ના તેમને મુદત તારીખ હોય જેથી તેમના મામા સાથે કોર્ટ પર ગયેલ હતા. આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં સમાધાન માટે કહેતા ફરિયાદીને સમાધાન કરવું ન હોય જેથી ના પાડેલ હતી. બાદમાં બપોરના સમયે તેમના ફોનમાં જીગ્નેશ ઉર્ફે બાવકાએ ફોન કરીને કેસમાં સમાધાન માટે કહેલ પરંતુ તેને ના પાડી દીધેલ છતા બાવકો ફોન કરતો હોય જેથી ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ હતુ.
બાદમાં સાંજના સમયે તેમની માતા ઘરે હતા ત્યારે ટાઉનશીપના પગીનો ફોન આવેલ કે, સુરજ ઘરે છે તેને શોધવા એક ભાઇ આવેલ છે જેથી પગીએ તેના મોબાઇલમાં વાત કરાવતા સામે જીગ્નેશે માતાને કહેલ કે, સુરજને કહેજો સમાધાન કરી લે નહીતર ઉપાડી લઇશ અને હાલ બેહાલ કરી નાખીશ તેમ ધમકી આપેલ હતી.
બીજા દિવસે સવારના તેમના મામા પપ્પુભાઈનો ફોન આવેલ કે, ગઇકાલ મોડી રાત્રીના બાબરીયા કોલોનીમાં મારા ઘરે પાસે બાવકો તથા દિનેશ ઉર્ફે બચુ આવી ગાળા ગાળી કરી ગયેલ છે.
બાદમાં તે કારખાને ગયેલ અને ત્યારે પ્રફુલભાઈનો ફોન આવેલ કે, દિનેશ ઉર્ફે બચુ , બકાલી અને બીજા બે માણસો સોસાયટીની આજુબાજુ આંટા મારે છે જેથી તેઓ ઘરે ગયેલ ત્યારે પગીએ કહેલ કે, બપોરના દિનેશ બચુ તેની કાર લઇ સોસાયટીમાં આવેલ હતો અને તેના હાથમાં છરી લઇ ગાડીમાંથી ઉતરેલ અને તેની સાથે ચિરાગ ઉર્ફે બકાલી ચાર ચાર માણસો ગાડીમાંથી ઉતરેલ હતા. જે તેમની આજુબાજુ આંટા મારી તારા પુછપરછ કરી ધાકધમકી આપી જતા રહેલ તેમ વાત કરેલ હતી.
તેમજ તેમના મામા ભાવેશભાઈનો ફોન આવેલ કે આરોપીઓ ઘર પાસે આવી બાઇકમાં તોડફોડ કરી રૂ.10 હજારની નુકશાની કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.