ધંધુકામાં ગુરુ હનુમાન કથા કાર્યક્રમ સંપન્ન વિશાળ સંખ્યામાં કથાનું રસ પાન કર્યું
ધંધુકામાં ગુરુ હનુમાન કથા કાર્યક્રમ સંપન્ન વિશાળ સંખ્યામાં કથાનું રસ પાન કર્યું
કથાકાર શ્રી ભાવેશ બાપુએ શ્રી હનુમાનજીના જીવનના પ્રેરક પ્રસંગો વર્ણવી કથાનું રસપાન કરાવેલ. સતત ત્રણ દિવસ સવારે અને સાંજે મહાપ્રસાદ નો લાભ સૌને અપાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શ્રી સોનીની વાડીમાં સતત ત્રણ દિવસ ગુરુ હનુમંત કથાનું રસપાન કથાકાર શ્રી ભાવેશ બાપુ દ્વારા શ્રી હનુમાનજીના જીવનના પ્રેરક પ્રસંગો વર્ણવી કર્યું હતું . વિશાલ સંખ્યામાં કથાનું રસ પાન લોકોએ કર્યું હતું. તારીખ 21 થી 23મી સપ્ટેમ્બર સુધી સોમવાર સુધી યોજાયેલ ગુરુ હનુમંત કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોમાં હનુમાનજીના જન્મોત્સવ, હનુમંત ગુરુ મિલાપ,હનુમાન શ્રી રામ મિલાપ, હનુમાનજી માતા સીતા દર્શન અને હનુમાનજી પર્વત કથા સહિતના પ્રસંગો કથા રસ પાનમાં પ્રેરક રહ્યા હતા.તારીખ 23મી સપ્ટેમ્બરને સોમવારે સ્વ ભગવાનભાઈ ખોડકીયાને શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ શાસ્ત્રો અનુસાર કરવામાં આવી હતી.હનુમાન કથા કાર્યક્રમ સ્વ ગં.સ્વ.હીરાબા ભગવાનભાઈ તથા બાલકૃષ્ણભાઈ ભગવાનભાઈ ખોડકીયા, દલસુખભાઈ ભગવાનભાઈ ખોડકીયા જમનાદાસ ભગવાનભાઈ ખોડકીયા અને અશ્વિનભાઈ ચમનભાઈ ખોડકીયા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.ગુરુ હનુમંત કથા કાર્યક્રમને સફળ બનાવવા ધંધુકા સમગ્ર રામી માળી સમાજના યુવાનો વડીલો ભાઈઓ અને બહેનો જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે પ્રથમ દિવસે માળીવાડાથી સોનીની વાડી સુધી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન ત્રણ દિવસ સુધી બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.