અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સાબરકાંઠા દ્વારા અહિલ્યાબાઈ હોલકર ની ૩૦૦મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સાબરકાંઠા દ્વારા અહિલ્યાબાઈ હોલકર ની ૩૦૦મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી.......
આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા આયોજિત અહિલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતી નિમિત્તે " *પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકર એક આદર્શ સામ્રાજ્ઞી*" વિષય પર વ્યાખ્યાન માળાનું આયોજન **વિશ્વ મંગલમ અનેરા-આકોદરા* સંસ્થા ખાતે કરવામાં આવ્યું હતું.વ્યાખ્યાન માળા કાર્યક્રમ તરીકે મુખ્ય વકતા તરીકે *શ્રી ગૌતમભાઈ ભટ્ટ*(શારદા હાઈસ્કૂલ, વડાલી) તેમજ *બાબુભાઇ નાઈ* (જૈનાચાર્ય વિદ્યાલય, હિંમતનગર) ઉપસ્થિતિમાં કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.વ્યાખ્યાન માળામાં પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરના જીવન આદર્શો જીવન-કવન વિશેની વિસ્તૃત જાણકારી-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિશ્વ મંગલમ અનેરા-આકોદરા સંસ્થાની વિદ્યાર્થીનીઓ-શિક્ષકગણ તેમજ પ્રબુદ્ધ નાગરિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના જિલ્લા ટીમના તમામ સંવર્ગના પદાધિકારીઓ શ્રી સંજયભાઈ પટેલ, શ્રી ગૌતમભાઈ ભટ્ટ, શ્રી જે.ડી.પટેલ, શ્રી પી.જે.મહેતા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રોબિનભાઈ પટેલ, શ્રી મનોજભાઈ પંડ્યા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ. વિશ્વ મંગલમ અનેરા-આકોદરા સંસ્થાના સંચાલક અતુલભાઈ રાવલ નો કાર્યક્રમ ને સફળ બનાવવા સહભાગી થયા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જે.ડી.પટેલે કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.