લખતર તાલુકાના માલિકાથી વડલા ચાર રસ્તા રોડ ઉપર આવેલ સુખડીના ડેમ પાસેના વેસ્ટ વિયર ઉપરથી ટ્રેકટર લપસી જતા અકસ્માત સર્જાયો
લખતર તાલુકાના માલિકાથી વડલા ચાર રસ્તા રોડ ઉપર આવેલ સુખડીના ડેમ પાસેના વેસ્ટ વિયર ઉપરથી ટ્રેકટર લપસી જતા અકસ્માત સર્જાયોદર વર્ષે સુખડીના ડેમ પાસેથી પસાર થતા રોડ લિલ જામી જતા અનેક અકસ્માત સર્જાય છે લખતર તાલુકાના માલિકા વડલા ગામ વચ્ચે આવેલ સુખડીનો ડેમ શિયાળામાં આવતા વિદેશી પક્ષીને લઈને પ્રખ્યાત થઈ રહ્યો છે ત્યારે સુખડીનો ડેમ પૂરો થાય ઓવરફલો થતું પાણી નળ સરોવર તરફ વહી જાય તેમાટે થઈને વેસ્ટ વિયર બનાવવામાં આવ્યો છે આ વેસ્ટ વિયર પાસેથી માલિકા વડલા લખતર લીમડી તાલુકાને જોડતો રોડ પસાર થાય છે આ રોડ ઉપર વેસ્ટ વિયર માંથી નીકળતું પાણી સતત વહેતુ હોવાથી લિલ જામી જાય છે તેના કારણે અવારનવાર રીક્ષા ટ્રેકટર ફોર વહીલ ટ્રક બાઇક સહિતના વાહન લપસી જતા અકસ્માત સર્જાય છે તેમછતાં સરકાર વેસ્ટ વિયર પાસેથી પસાર થતો રોડ ઉંચો કરવા કે વેસ્ટ વિયર પાસે પુલ બનાવતી નથી સાથે લખતરથી લીમડી તાલુકાને જોડતો શોર્ટકટ રોડ હોવાથી વાહન ચાલક પસાર થતા હોય અકસ્માતનો ભોગ બને છે ત્યારે ટ્રોલી સહિતનું ટ્રેકટર વેસ્ટ વિયર પાસેના રોડ ઉપરથી પસાર થતા લપસી ગયું હતું અને રોડથી નીચે ઉતરી વહેતા પાણીની ખાડમાં ઉતરી ગયું હતું સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયું નહોતું ત્યારે લોકોના મનમાં એકજ સવાલ ઉભો થઇ રહ્યો છે બેટ દ્વારકાથી ઓખા સુધી દરિયામાં પુલ અને રોડ બનાવતી સરકાર સુખડીના ડેમ પાસે વાહનચાલકના અકસ્માત નાથાય તેમાટે થઈને અડધા કિલોમીટરનો પુલ સહિતનો ઉંચો રોડ ક્યારે બનાવશે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.