CA ઇન્ટરમીડિયેટમાં મિહિર રામાણી, ફાઈનલમાં શિવમ દાવડા રાજકોટ ફર્સ્ટ
સીએ ફાઈનલમાં 839માંથી 226, ઇન્ટરમીડિયેટમાં 858માંથી 169 પાસ થયા
અમદાવાદના અક્ષય જૈને સીએ ફાઈનલમાં ઓલ ઈન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો
ICAI (ઇન્સ્ટિટ્યૂટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા બુધવારે સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમીડિયેટ પરિણામ જાહેર કર્યું છે. જેમાં સીએ ફાઈનલમાં વિદ્યાર્થી શિવમ દાવડા જ્યારે સીએ ઇન્ટરમીડિયેટમાં મિહિર રામાણી રાજકોટ ફર્સ્ટ રહ્યા છે. શિવમ દાવડાને ગ્રૂપ-1માં 216 અને ગ્રૂપ-2માં 246 સાથે કુલ 462 માર્ક મળ્યા છે. જ્યારે મિહિર રામાણીને 516 માર્ક મળ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.