કોર્પોરેશનનાં નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો જીવદયા પ્રેમીઓ દ્વારા ગોમય ગણેશજીની પ્રતિમા અર્પણ કરીને અભિવાદન કરાયું પવિત્ર પર્યુષણ નિમિત્તે કતલખાના, માંસનાં વેંચાણ બંધ રાખવાની ચર્ચા કરાઈ - At This Time

કોર્પોરેશનનાં નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો જીવદયા પ્રેમીઓ દ્વારા ગોમય ગણેશજીની પ્રતિમા અર્પણ કરીને અભિવાદન કરાયું પવિત્ર પર્યુષણ નિમિત્તે કતલખાના, માંસનાં વેંચાણ બંધ રાખવાની ચર્ચા કરાઈ


કોર્પોરેશનનાં નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો જીવદયા પ્રેમીઓ દ્વારા ગોમય ગણેશજીની પ્રતિમા અર્પણ કરીને અભિવાદન કરાયું

પવિત્ર પર્યુષણ નિમિત્તે કતલખાના, માંસનાં વેંચાણ બંધ રાખવાની ચર્ચા કરાઈ

રાજકોટના પ્રથમ નાગરિક, પારિવારિક સ્વજન, પ્રખર જીવદયા પ્રેમી મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, જીવદયા પ્રેમી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીનભાઇ ઠાકર,ગો સેવક ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,પ્રખર જીવદયા પ્રેમી અને મહાનગર પાલિકાનાં દંડક મનીષભાઈ રાડીયા, શાશક પક્ષનાં નેતા શ્રીમતી દેવુબહેન જાદવનું ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સદસ્ય મિત્તલ ખેતાણી, રાજકોટનાં જીવદયા જગતનાં મોભી અને પૂર્વ મેયર જનકભાઈ કોટક, એનિમલ વેલ્ફેર બોર્ડના પ્રતીક સંધાણી, શ્રીજી ગૌશાળા અને એનિમલ હેલ્પલાઇનના રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર,પારસભાઈ ભરતભાઇ મહેતા સહીતનાંઓની ટીમે ગૌ માતાનાં પ્રસાદ યુક્ત ગોમય ગણેશજીની પ્રતિમાથી અભિવાદન કર્યું હતું. મુલાકાત દરમિયાન હાલમાં પવિત્ર પર્યુષણ નિમિત્તે કતલખાનાઓ,નોન વેજ વેચાણ ઇત્યાદિ બંધ રાખવાનાં ઉલંઘન અંગે પણ પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ અંગે જીવદયા પ્રેમી પદાધિકારીઓનો યોગ્ય પ્રતિભાવ તાત્કાલિક પ્રાપ્ત થયો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.