પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ અટકાયતમાં લેતી સુરેન્દ્રનગર એલસીબી
તા.01/02/2023બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સરકાર દ્વારા ગુજરાત અસામાજિક પ્રવૃતિ અટકાવવા બાબતના અધિનિયમ 1985 માં સુધારા કરી નવા એમેન્ડમેન્ટ બહાર પાડવામાં આવેલ જે અન્વયે અશોકકુમાર યાદવ સાહેબ મહાનિરીક્ષમ રાજકોટ રેન્જની સુચના મુજબ હરેશકુમાર દુધાત પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર તથા જીલ્લા મેજીસ્ટ્રે્રટ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર જીલ્લામાં આમ જનતાની કિંમતી જમીનો પર ગેરકાયદેસર કબજો કરી ખંડણી ઉઘરાવવા, અપહરણ તથા લુંટ મારામારી, હથિયાર ધારા, દારૂ, જુગાર તેમજ અન્ય ગુનાહિત અસામાજિક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધક રૂપ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને સખત હાથે ડામી દેવા માટે સરકારના નવા એમેન્ડમેન્ટ મુજબ પાસા જેવા કડક પગલાઓ લેવા સુચના કરેલ જે અનુસંધાને સુરેન્દ્રનગર એલ.સી.બી. પીઆઇ વી.વી. ત્રિવેદીએ એલ.સી.બી.ના પીએસઆઇ વી.આર.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરાવવા સુચના કરતા ધજાળા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. ગે.કા. પ્રવૃતિ જેવા ગુન્હાહિત અસામાજિક પ્રવૃતિના કેસોમાં સંડોવાયેલ ઇસમ દેવેન્દ્રભાઇ જયવંતભાઇ ચાવડા કાઠી ઉ.22 રહે. મોટા છૈડા તા.જી. બોટાદ વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાવી જીલ્લા મેજી. સુરેન્દ્રનગર તરફ મોકલાતા આ કામના સામાવાળા વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરતા આ કામના સામાવાળાને એલસીબી તથા ધજાળા પોલીસની ટીમ દ્વારા અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી ખાસ જેલ પલારા, ભુજ હવાલે કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.