વિસાવદર તાલુકામા અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વરા પ્રાંત અધિકારીને અપાયેલ આવેદનપત્ર મા તંત્રની ઢીલી નિતી. - At This Time

વિસાવદર તાલુકામા અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વરા પ્રાંત અધિકારીને અપાયેલ આવેદનપત્ર મા તંત્રની ઢીલી નિતી.


વિસાવદર તાલુકામા અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વરા પ્રાંત અધિકારીને અપાયેલ આવેદનપત્ર મા તંત્રની ઢીલી નિતી.
વિસાવદર
વિસાવદર તાલુકાના અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વરા તારીખ 12/10/2022ના રોજ આ સમાજના આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ સાથે મળી વિસાવદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત સમાજના પ્રશ્ન જેવા કે,વૃદ્વ પેન્શન યોજનામાં BPL દાખલા વગર આ યોજનાનો લાભ આપવામાં આવે તથા ડો આંબેડકર આવાસ યોજનામાં મઁજુર થયેલ લાભાર્થીને તાત્કાલિક વર્ક ઓડર્ર આપવામાં આવે તેમજ 15% નાણાંપંચની રકમ અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલ હોય તે માત્ર ન્યાય સમિતિના ચેરમેન સાથે પ્રરામાર્શ કરી કરી વાપરવી. આ ઉપરાંત અન્ય બાબતો પણ આ આવેદનપત્રમા સામેલ હતી.
આ આવેદનપત્ર આપ્યાનો આજ ઘણો સમય થઇ ગયેલ છે છતાં પણ તંત્ર દ્વરા કોઈપણ પ્રકારનો મૌખિક કે, લેખિત જવાબ આપવામાં આવેલ નથી. તેના ઉપરથી એવુ નક્કી થઇ શકે કે, તંત્ર આ સમાજ સાથે ઓરમાયું વર્તન કરી રહ્યું છે,જેને કારણે આ સમાજના આગેવાનો, અગ્રણીઓ હવે ઉગ્ર કાર્યવાહી કરવાનાં મૂડમા છે.
રિપોર્ટ શ્યામ ચાવડા visav


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.