ધંધુકા પોલીસે છસિયાણા ગામમાં પોસ્કોના ગુનામાં આરોપીને ઝડપ્યો, કોર્ટ દ્વારા જેલ હવાલે
ધંધુકા પોલીસે છસિયાણા ગામમાં પોસ્કોના ગુનામાં આરોપીને ઝડપ્યો, કોર્ટ દ્વારા જેલ હવાલે
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા છસીયાણા ગામમાં એક સગીર વયની બાળા સાથે અડપલાં અને છેડતી કરવાના ગંભીર ગુનામાં એક માથાભારે ઇસમની તાત્કાલિક ધરપકડ કરી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઇન્સ્પેક્ટર આર ડી ગોજીયાની ત્વરિત કાર્યવાહી
આ સમગ્ર કાર્યવાહી ઈ.આઈ.જી.પી. શ્રી વીધી ચૌધરી (અમદાવાદ વિભાગ) અને પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ (અમદાવાદ ગ્રામ્ય) ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. વધુમાં, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વાગીશા જોષી (ધંધુકા ડિવિઝન) ના સીધા માર્ગદર્શન હેઠળ ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ગોજીયાએ સ્થાનિકોને આવા અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવવા માટે હિંમત અને કાઉન્સેલિંગ આપ્યું હતું.
સગીર બાળકી સાથે છેડતી આરોપી જેલમાં
ગઈ 19 માર્ચ 2025 ના રોજ છસીયાણા ગામના મુળજીભાઈ નરશીભાઈ વાઘેલાએ સગીર બાળકી સાથે છેડતી કરી હોવાનો આરોપ છે. આરોપીની પત્ની હંસાબેન મુળજીભાઈ વાઘેલાએ પણ આ ગુનામાં સાથ આપ્યો અને ફરીયાદી તથા સાક્ષીઓને ધમકી આપી હતી.
જેમજેમ હિંમત અને કાઉન્સેલિંગ મળતા, પીડિતે પોલીસ સ્ટેશનમાં જઈ પોતાની ફરિયાદ નોંધાવી. આ આધારે પોલીસએ IPC કલમ 74, 75(2), 351(3), 54 અને પોક્સો એક્ટની કલમ 7, 8 મુજબ ગુનો દાખલ કર્યો. પુરાવાના આધારે આરોપીની તાત્કાલિક અટકાયત કરીને નામદાર પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં આરોપીની ગંભીરતાને ધ્યાનમાં લઈને જેલ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યો અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો.
પોલીસની જનતા માટે અપીલ
પોલીસે જાહેર અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિ આસપાસના વિસ્તારમાં આવા માથાભારે ઇસમો દ્વારા હેરાન થાય, ધમકાવવામાં આવે કે અન્ય કોઈ ગુનાની શંકા હોય, તો ડર્યા વિના પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવવા વિનંતી કરવામાં આવે છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
