વેરાવળ થી બનારસ ટ્રેનનું ધંધુકા ખાતે ધંધુકા ના ધારાસભ્ય દ્વાર સ્વાગત કરાયુ. - At This Time

વેરાવળ થી બનારસ ટ્રેનનું ધંધુકા ખાતે ધંધુકા ના ધારાસભ્ય દ્વાર સ્વાગત કરાયુ.


વેરાવળથી બનારસ ટ્રેનનું ધંધુકા ખાતે ધંધુકા ના ધારાસભ્ય દ્વાર સ્વાગત કરાયુ.

ધંધુકા ના માનનીય ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ એપી એમસી ના ચેરમેન ચેતનસિંહ ચાવડા અને ભાજપ અગ્રણી આગેવાનો તેમજ કાર્યકર્તા ઓ એ
“વેરાવળ- ધંધુકા-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન”ને લીલી ઝંડી બતાવીને શુભારંભ કર્યું
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી વેરાવળ- ધંધુકા-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનું આજે 11.09.2023 (સોમવાર) ના રોજ ધંધુકા રેલ્વે સ્ટેશન ખાતે
ધંધુકા ના માનનીય ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ એ પી એમ સી ના ચેરમેન ચેતનસિંહ ચાવડા અને ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકર્તા ઓ ની ઉપસ્થિતિ માં ટ્રેનને ફુલ હાર ચડાવી લીલી ઝંડી આપીને મીઠું મો કરાવી શુભારંભ કર્યું હતું.

સોમનાથ સીધું કાશી વિશ્વનાથ સાથે જોડાશે, દર સોમવારે વેરાવળથી બનારસ સુધી ડાયરેક્ટ ટ્રેન દોડશે

આ ટ્રેન જૂનાગઢ, જેતલસર, વડીયા દેવળી, કુંકાવાવ, ચીતલ, ખીજડીયા, લાઠી, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, શામગઢ, કોટા, ગંગાપુર સિટી, આગરા ફોર્ટ, ઇટાવા, ગોવિંદપુરી અને પ્રયાગરાજ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
સોમનાથ વેરાવળ અને કાશી વિશ્વનાથ બનારસ તેમ 2 જ્યોતિર્લિંગને જોડતી આ આ ટ્રેન શરૂ કરવાના રેલ્વેના નિર્ણયથી ધંધુકા ના સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ છે.

રીપોર્ટર સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.