અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે ૩.૭૫ કરોડ ના સોપારી કાંડ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા. વિપક્ષ નેતા સામાન્ય ટ્વીટ કરે તો પણ રાતો રાત ઉઠાવી લેવાય છે - At This Time

અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે ૩.૭૫ કરોડ ના સોપારી કાંડ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા. વિપક્ષ નેતા સામાન્ય ટ્વીટ કરે તો પણ રાતો રાત ઉઠાવી લેવાય છે


અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે ૩.૭૫ કરોડ ના સોપારી કાંડ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા. વિપક્ષ નેતા સામાન્ય ટ્વીટ કરે તો પણ રાતો રાત ઉઠાવી લેવાય છે

અમરેલી સોપારી કાંડ સોપારી ભરેલ ટ્રક મામલે રૂા. ૩.૭૫ કરોડના તોડ મામલે સરકાર અથવા ગૃહ વિભાગના ખુલાસાની માંગ કરતા પૂર્વ વીરજી ઠુમ્મર કચ્છના સાયબર સેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા ભરત ગઢવી રણવીરસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ ઝાલાને સોપારીનો જથ્થો વિદેશથી આવ્યાની માહિતી ૧૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ મળે છે એટલે સોપારી ભરેલ ટ્રક પકડે છે અને સોપારીનો જથ્થો મંગાવનાર પંકજ ઠકકરને કહે છે કે તમારે ૨૫૦ |ગણી પેનલ્ટી ભરવી પડશે એટલે ૫ કરોડ આપો તો જવા દઈએ તેમાં બે વચેટિયા પંકિલ મોતા શૈલેન્દ્રસિંહ સોઢા દ્વારા સોદાબાજીના અંતે રૂપિયા ૩.૭૫ કરોડમાં મામલો પતે છે. પોલીસને આંગડિયા મારફતે પોણા ચાર કરોડ મળી જાય છે એટલે સોપારી ભરેલી ટ્રક પોલીસ છોડી દે છે! દરમિયાન પંકજ ઠકકર અને વચેટિયા વચ્ચે મન દુઃખ થતાં ૨૭ જુન ૨૦૨૩ ના રોજ પંકજઠકકરના એજન્ટ અનિલ પંડિતે ચાર પોલીસ કર્મચારીઓ સામે તોડકાંડ બાબતે અરજી કરી મામલો રાજય પોલીસવડા અને ગૃહમંત્રી સુધી
પહોંચે છે. ચારેય પોલીસને સસ્પેન્ડ કરી ડાંગ મુકી દેવામાં આવે છે. આ તપાસ ડીસાના DySP કૌશલ ઓઝાને સોંપવામાં આવે છે છેવટે ૬ આરોપી સામે મુંદરા પોલીસ સ્ટેશનમાં રૂપિયા પોણા ચાર કરોડનો તોડ કર્યાની FIR નોંધાઇ છે. આ અંગે સરકાર અથવા ગૃહ વિભાગ ખુલાસો કરે એમ અમરેલી કોંગ્રેસના પૂર્વસાંસદ વીરજીભાઈઅ એક નિવેદનમાં માંગ કરી છે. ચાર પોલીસ કોન્સ્ટેબલ પોણા ચાર કરોડનો તોડ કરે એ ઘટના "વાઇબ્રન્ટ ગુજરાત” નો વિકાસ સુચવતી નથી ? જો કોન્સ્ટેબલ આટલી મોટી રકમનો તોડ કરતા હોય તો ઉપરી અધિકારીઓની તોડશક્તિનો અંદાજ લગાવી શકાય છે રાજકોટના તત્કાલિન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફરિયાદી પાસેથી જ ૭૫ લાખનો તોડ કર્યો હતો અને સત્તાપક્ષના MLA/ | MP એ ફરિયાદ કરી હતી છતાં તપાસનાં અંતે મનોજ અગ્રવાલ દેવદૂત ઘોષિત થયા હતા શું મનોજ અગ્રવાલના કિસ્સાથી આ ચાર પોલીસ કોન્સ્ટેબલો મોટિવેટ થયા હશે? આ તોડકાંડના લાભાર્થી ઉપરી અધિકારી હોવાની પુરી શકયતા છે કેમ કે કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા વર્ષોથી બોર્ડર રેન્જના ઇઇ-રેપિડ રીન્સપોન્સ Cellમાં અને ત્યાર બાદ તેના સ્થાને ઊભા થયેલ સાયબર સેલમાં છે. શું રેન્જ અધિકારીને પોતાનો સેલ શું કરી રહ્યો છે? તેની માહિતી ન હોય? તોડકાંડ ૧૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ થયો તે અંગે ફરિયાદ ૨૭ જુન ૨૦૨૩ના રોજ થઈ છતાં ૧૦ ઓકટોબર ૨૦૨૩ સુધી કોઇ કાર્યવાહી ન થઈ એ શું સુચવે છે? વિપક્ષના નેતા એક સામાન્ય ટિવટ કરે તો કરે તો તેને રાતોરાત એરેસ્ટ કરનારી પોલીસ તોડકાંડમાં આટલી ધીમી શાંત કેમ? સાયબર સેલના PSI પી.બી.ઝાલા સામે પંકિલ પોતાને બે દિવસ સુધી પકડી રાખીને માર મારવાનો આક્ષેપ છે. ટુંકમાં સાયબર સેલ “તોડસેલ’ તરીકે કામ કરતો હતો તેની તપાસ કોણ કરશે? આમ પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરે સોપારી કાંડ મામલે સવાલો ઉઠાવી સરકાર અથવા ગૃહ વિભાગના ખુલાસાની માંગ કરી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.