જંકશન ચોકીના પીએસઆઈ ગોહીલ પર એક કરોડની લાંચનો આક્ષેપ - At This Time

જંકશન ચોકીના પીએસઆઈ ગોહીલ પર એક કરોડની લાંચનો આક્ષેપ


જંકશનપ્લોટમાં રહેતા વેપારી પાસેથી એક જમીનના રૂપિયાની અરજી મામલે જંકશન ચોકીના પીએસઆઈ ગોહીલે રૂપિયા 1 કરોડની લાંચ માંગ્યાનો સણસણતો આક્ષેપ કર્યા બાદ વાતચીતનો ઓડીયો પણ વાયરલ થયો હતો અને વેપારીએ આ મામલે એસીબીમાં પણ અરજી કરતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ જંકશન પ્લોટ ગાયકવાડી-3માં રહેતા નાગેશસિંહ શેખરસિંહ ચૌહાણ (ઉ.42) નામના વેપારીએ એસીબીને આપેલ અરજીમાં જણાવ્યું હતું કે તેઓએ ગત તા.28/10/23ના પ્રનગર પોલીસ મથકમાં તેમજ પોલીસ કમિશ્ર્નરને અરજી કરેલ હતી કે જે અનુસંધાને તેઓને જંકશન ચોકીના પીએસઆઈ બાદલસિંહ ગોહિલે પુછતાછ માટે બોલાવવામાં આવેલ ત્યારે તેઓએ આ જગ્યા કેટલાની થઈ છે તેવુ પૂછતા તે જગ્યા 40 કરોડની થાય છે તેવું જણાવ્યું હતું
જેથી પીએસઆઈએ તમારી ફરિયાદ હું લઉ પણ મને એક કરોડ આપવા પડશે. કેમકે તેમાંથી અમારે ઉપરના અધિકારીઓને પણ વહીવટ કરવો પડે જેથી 1 કરોડ રૂપિયા તો આપવા જ પડશે નહીતર તમારી અરજીમાં ગુનો દાખલ થશે નહી. જે બાદ અરજદારે એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો અને બનાવ અંગે જાણ કરેલ હતી. જેથી એન્ટીકરપ્શનના પીઆઈએ આ મામલે રેકોર્ડીંગ કરવા જણાવતા તેઓએ પીએસઆઈ ગોહિલ સાથે ટેલીફોનીક વાતચીત કરી વાતચીત કરતા તેમાં પણ પીએસઆઈ એ પોતાનો રોફ જમાવી 1 કરોડની માંગણી યથાવત રાખી હતી જે બાદ વેપારીએ ઓડીયો વાઈરલ કરી એસીબીમાં પીએસઆઈ વિરુદ્ધ કરપ્શન માંગવા મામલે અરજી કરી હતી.
તો શું અગાઉના કમિશ્ર્નરની મુજબ જ અરજી પ્રક્રિયા પર કામ કરવાનું હજુ પણ હાલના કમિશ્ર્નરની હેઠળ કામ કરતા ફોજદારો અવિરત જ રહ્યું છે? આ ઓડિયો વાયરલ થયા બાદ એસીબીમાં વેપારીએ ફોજદાર વિરુદ્ધ કરપ્શનની આપેલ અરજીમાં શું ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી કોઈ પગલા ભરશે કે ફોજદારે વાતચીતમાં જણાવ્યા મુજબ વહીવટ ઉપર સુધી પહોંચતો હોય તે યથાર્થ થશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.