સંતાનો કાળજી ન લેતા હોવાથી અંતે વૃદ્ધ પતિ-પત્ની પહોંચ્યા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પાસે
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર એમજ વુમન હેલ્પડેસ્ટ સેન્ટર બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરી સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બલોલીયા સાહેબ તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન થાણા અધિકારી પી આઈ પી આર મેટાલિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર એક 77 વર્ષીય દંપતિ મદદ માટે આવેલ સિનિયર સિટીજન દંપતીને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના બન્ને કાઉન્સેલર રીનાબેન વ્યાસ રિંકલબેન મકવાણા દ્વારા માનસિક સાંત્વના આપી દંપતિ ની મનોવ્યથા જાણી કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે દંપતિ પાસે કોઇ આવક નો સ્તોત્ર નથી સંતાનમાં 2 દીકરી અને 3 દીકરા છે એક દીકરો કુંવારો છે બાકીના સંતાનોના લગ્ન થઈ ગયેલ છે જેમાં મોટા બન્ને દીકરા તેમના પરિવાર સાથે વિભક્ત કુટુંબ માં રહે છે નાનો દીકરો અરજદાર સાથે રહે છે દંપતિ એ જણાવેલ કે તેમના દીકરાઓ ધ્યાન નથી રાખતા તબિયત સારી ન હોય તો હોસ્પિટલ કે અન્ય ખાદ્ય સામગ્રી પણ નથી લાવી આપતાં સસ્તા અનાજ ની દુકાન થી આવતા રાશન થી ગુજરાન ચાલવતા પરંતુ અન્ય જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ ઓ લાવવામાં મુશ્કેલી સર્જાય છે ઘણી વાર દીકરાઓ ને સમજાવવામાં આવેલ તેઓ કઈ ધ્યાન આપતાં નથી આ તકે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ વુમન હેલ્પ ડેસ્ક ના કર્મચારી એ એસ આઈ નયનાબેન ગામમિતિ તેમજ કોન્સ્ટેબલ ગીતાબેન આલ દ્વારા સંકલન કરી દંપતિ ના દીકરા તેમજ પુત્ર વધુ ને પરામર્શ માટે બોલાવેલ તેમની સાથે કાઉન્સેલિંગ કરતા વરિષ્ઠ નાગરિકોના હિત માટે 2007 ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ વિશે સમજ કરવામાં આવેલ વરિષ્ઠ નાગરિકો ના આ અધિનિયમના માર્ગદર્શન તેમજ કાઉન્સેલિંગ ની દરમ્યાન ગિરી દ્વવારા અરજદારના ત્રણ એ દીકરો દ્વવારા માતા પિતા ને નાણાકીય શક્તિ તબીબી સુરક્ષા જરૂરી ખર્ચ અને રક્ષણ પૂરું પાડવાની જવાબદારી રાજી ખુશી થી સ્વીકારેલ જેમાં 3 એ દીકરા ઓ એ વ્યક્તિગત 1500 રૂપિયા દર મહિને આપવાનું નક્કી કરે જેમાં ટોટલ 4500 રૂપિયા માંથી 3000 ઘર ખર્ચ તેમજ 1500 રૂપિયાની બચત કરી જરૂર જણાયે ઉપયોગ કરે તેવું બંને પક્ષ ની ઈછા મુજબ નક્કી કરવામાં આવેલ વરિષ્ઠ દંપતિ દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ વુમન હેલ્પ ડેસ્ક નો ભાવુક થઈ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.