હોસ્પિટલ ચોક પાસે પરપ્રાંતીય યુવક પર અજાણ્યાં શખ્સનો છરીથી હુમલો
હોસ્પિટલ ચોક પાસે પરપ્રાંતીય યુવક પર અજાણ્યાં શખ્સે છરીથી હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ, બે દિવસ પહેલાં ગ્વાલિયરથી કામ અર્થે આવેલો સૂરજ ભગવાનદાસ સત (ઉ.વ.20) ગઈકાલે રાતે હોસ્પિટલ ચોક નીચે સૂતો હતો ત્યારે ઘસી આવેલા અજાણ્યાં શખ્સે કોઈ કારણોસર ઝઘડો કરી છરીથી હિંચકારો હુમલો કરી નાસી છૂટ્યા હતાં. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.