વસ્તડી અને વિઠ્ઠલગઢ ગામમાંથી જુગાર રમતા 16 શખ્સો ઝડપાયા
- ત્રણ શખ્સો નાસી ગયા : જુગારીઓ પાસેથી રૂ. 27 હજારથી વધુની રોકડ કબજે કરી ગુનો દાખલ કરાયો સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં વસ્તડી અને લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામે જુદા-જુદા ત્રણ દરોડામાં પોલીસે શ્રાવણિયો જુગાર રમતા ૧૬ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂ.૨૭ હજારથી વધુની રોકડ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. વસ્તડી ગામે લખતડીપરામાં જુવાનસિંહ રાયસંગભાઈ ગોહિલનાં ઘર પાસે સ્ટ્રીટલાઈટનાં અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસે દરોડો પાડયો હતો. જેમાં મનુભાઈ નાનજીભાઈ ગોહિલ, મહાવીરસિંહ દશરથસિંહ ગોહિલ, ખુમાભાઈ રૂપાભાઈ રૂદાતલા, ભવાનીસિંહ હનુભા ગોહિલ, પંકજભાઈ મફાભાઈ ઓગાણીયા, બળદેવભાઈ રમતુભાઈ રાતોજી, ઘનશ્યામભાઈ હેમુભાઈ ઓગાણીયા અને રણજીતભાઈ માવજીભાઈ ઓગાણીયા સહિત આંઠ શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. મહેતા ઘનશ્યામભાઈ રૂદાતલા તથા વિક્રમ કાળુભાઈ ગરીયા, રોહિત સાગરભાઈ રૂદાતલા નામના શખ્સો નાસી ગયા હતા. પોલીસે રોકડા રૂા. ૧૨,૯૬૦ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરી છે. જ્યારે લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામે હેઠાળીયા વાસમાં મહાદેવભાઈ દયારામભાઈના ઘર પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે રમાતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડીને પ્રેમજી રમેશ સાબળીયા, વિષ્ણુ ગણપત કમેજળીયા, મુકેશ ભીખા બોરાણા અને બળદેવ દેવા ભાભરીયાને રૂા.૨૦૧૨૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. એજ ગામમાં બીજા દરોડામાં લખમણ ગેમર વસવેલીયા નંદા ભીખા બાવળીયા, દિનેશ મહાદેવ લોરીયા અને હરજી ગેમર વસવેલીયા પણ જુગાર રમતા ઝડપાયા હતાં. તેમની પાસેથી પોલીસે રૂા.૧૪૮૮૦ ના મુદામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.