લાકડાઓના વેચાણ અંગે ફોરેસ્ટ વિભાગના દરોડા જુદા જુદા વિસ્તારોમાં આવેલ શો-મીલ પર કાર્યવાહી 4 શો-મીલ સીલ કરાઈ, માલિકોની અટકાયત - At This Time

લાકડાઓના વેચાણ અંગે ફોરેસ્ટ વિભાગના દરોડા જુદા જુદા વિસ્તારોમાં આવેલ શો-મીલ પર કાર્યવાહી 4 શો-મીલ સીલ કરાઈ, માલિકોની અટકાયત


જેતપુરમાં ગેરકાયદેસર વૃક્ષ કટીંગને લઈ કાર્યવાહી થઇ છે. જેમાં લાકડાઓના વેચાણ અંગે ફોરેસ્ટ વિભાગે દરોડા પાડ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં આવેલ શો-મીલ પર દરોડા પાડ્યા છે. તેમાં 4 શો-મીલ સીલ કરાઈ છે. તેમજ માલિકોની અટકાયત કરી છે.

બોઇલરમાં બળતણ માટે હજારો વૃક્ષોનું ગેરકાયદે કટીંગ

બોઇલરમાં બળતણ માટે હજારો વૃક્ષોનું ગેરકાયદે કટીંગ થઇ રહ્યું છે. ઔદ્યોગિક શહેર જેતપુરમાં ગેરકાયદેસર વૃક્ષ કટીંગ કરી લાકડાઓના વેચાણ કરનારાઓ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ થતા દરોડા પાડ્યા છે. જેમાં ફોરેસ્ટ વિભાગની સાત જેટલી ટીમો દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ શો-મીલ પર દરોડા પાડ્યા છે. શો-મીલમાં બળતણ માટે લાખો ટન લાકડાઓ ગેરકાયદેસર રીતે રાખવા સામે દરોડા પાડવામાં આવ્યા છે.

શો-મીલમાં દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે

સાડીઓના કારખાનાઓના બોઇલરમાં બળતણ માટે હજારો વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગની ફરીયાદ બાદ દરોડાની કાર્યવાહી થઇ છે. જેમાં ચાર જેટલી શો-મીલમાં ગેરકાયદેસર લાકડું મળી આવતા ચારેય શો-મીલને સીલ કરી માલિકોની અટકાયત કરી છે. તેમજ દરોડાની કાર્યવાહી સાંજ સુધી ચાલુ રહેશે. અને તપાસમાં બાકી રહી જતી શો-મીલમાં દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે.

9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.