ભાભર તાલુકાના નેસડા ગામે આકાશી વીજળી પડતાં ૨ પશુઓના મોત... - At This Time

ભાભર તાલુકાના નેસડા ગામે આકાશી વીજળી પડતાં ૨ પશુઓના મોત…


ગત સોમવારના રોજ હવામાન વિભાગની આગાહીના પગલે સાંજના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને રાજ્ય સહિત ભાભર વિસ્તારમાં આંધી વંટોળ વિજળીના જોરદાર કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં ભાભર તાલુકાના નેસડા ગામની સીમમાં રહેતા અમથાજી દેવસીજી ઠાકોરના ખેતરમાં નિલગીરીના ઝાડ નજીક બાધેલ એક ભેંસ અને એક ગાય એમ બે પશુઓનાં આકાશી વીજળી પડતાં મોત નિપજ્યા હતા આ ધટનાની જાણ સરપંચ મંછાભાઇ માળી સહિત આજુબાજુના લોકો ને થતાં ધટના સ્થળે દોડી આવેલ સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતાં તલાટી હિતેશભાઈ ચૌધરી તેમજ પશુ ડોકટર મહેશભાઈ ચૌધરી ધટના સ્થળે દોડી આવી પંચનામું કરવામાં આવેલ ત્યારબાદ મૃત પશુઓનો નિકાલ કરી ભોગ બનેલ પરિવાર ને તંત્ર દ્વારા યોગ્ય સહાય મળે તે માટે ની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આમ ભાભર વિસ્તારમાં વિજળી પડતાં બે પશુઓના મોત તેમજ બાજરી જુવાર જેવા પાકો ને પણ નુક્સાન થવા પામ્યું હતું..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.