જયપુરમાં 15 વર્ષનો છોકરો નાળામાં ડૂબ્યો, VIDEO:મિત્રો સાથે રસ્તા પર ચાલી રહ્યો હતો, હાથ પકડવાનો પ્રયત્ન કર્યો પણ…
જયપુરમાં ગુરુવારે સવારે એક 15 વર્ષનો છોકરો પાણી ભરેલી શેરીમાં તણાઈ ગયો હતો. આ ઘટના બગરુના છિપા વિસ્તારમાં સવારે 9 વાગ્યે બની હતી. બગરુના રહેવાસી વિશાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, છિપા વિસ્તારમાં રહેતો પિયુષ આચાર્ય તેના મિત્રો સાથે રસ્તા પર ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી ગયો હતો. તે ગટરમાં પડી ગયો. તેની સાથે ચાલતા મિત્રોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પણ હાથ છૂટી ગયો અને તે નાળામાં તણાઈ ગયો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. JCBની મદદથી ગટર ખોદવામાં આવી
આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આના પર સિવિલ ડિફેન્સ, પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધી JCBની મદદથી ગટર ખોદવામાં આવી છે, પરંતુ પિયુષ હજુ સુધી મળ્યો નથી. આગળ મુખ્ય ગટર સાથે જોડાય છે
સ્થાનિક લોકોનું કહેવું છે કે, પીયુષ જે નાળામાં તણાયો છે, તે શહેરની બહાર મુખ્ય ગટરને મળે છે. કદાચ તે તણાઈને આગળ જતો રહ્યો હોય. જોકે, નાગરિક સંરક્ષણની ટીમો પાણી ઓસરવાની રાહ જોઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.