સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૧૫થી૮૫ મીલીમીટર વરસાદ - At This Time

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૧૫થી૮૫ મીલીમીટર વરસાદ


અમદાવાદગુજરાતમાં હજુ
ચોમાસું વિધિવત રીતે શરૃ થઈ ન હોઈ રાજ્યના અનેક જિલ્લાઓ હજુ વરસાદ વિહોણા છે.રાજ્યમાં
સાર્વત્રિક વરસાદ માટે હજુ થોડા દિવસ લાગે તેવી શક્યતા છે.જો કે આજે સુરત સહિત દક્ષિણ
ગુજરાતના કેટલાક જિલ્લામાં ૧૫થી૮૫ મી.મી. જેટલો વરસાદ  નોંધાયો છે.આજે સાંજના છ
વાગ્યા સુધીમાં સુરતના કામરેજમાં સૌથી વધુ ૮૫ મી.મી. વરસાદ પડયો છે.જ્યારે વલસાડના
કપરાડામાં ૪૯,
ધર્મપુરમાં ૩૯ અને સુરતના પલાસાણામાં ૩૧ મી.મી.વરસાદ  થયો છે. ભરૃચના અંકલેશ્વરમાં ૨૩, તાપીના વ્યારામાં ૨૧ ,ડાંગના વઘઈમાં ૧૮ અને ભરૃચમાં
૧૮ તથા સુરતના મહુવા તાલુકામાં ૨૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે.જ્યારે કેટલાક તાલુકામાં
૬થી૯ મી.મી.સુધીનો વરસાદ નોંધાયો છે.તાપીના ડોલવનમાં પણ ૧૫ મી.મી. વરસાદ નોંધાયો
છે.

સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથના ગીર ગઢડા તાલુકામાં ૨૩
અને ભાવનગરના ગારીયાધાર તાલુકામાં ૧૫ મી.મી.વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ
બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં
હજુ ૨૫મી જુન સુધી વરસાદની કોઈ શક્યતા નથી. જ્યારે  વલસાડ, તાપી, દાદરાનગર હવેલી અને દમણમાં આગામી બે દિવસમાં ભારેથી અતીભારે વરસાદની આગાહી
છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.