સુરત: હનીપાર્કની ભક્તિ સાગર સોસાયટી પાસે 15 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોને હાલાકી - At This Time

સુરત: હનીપાર્કની ભક્તિ સાગર સોસાયટી પાસે 15 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોને હાલાકી


સુરત,તા. 5 જુલાઈ 2022,મંગળવારરાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડ ચોમાસુ આવતા જ ધોવાઈ રહ્યા હોય એવી ઘટનાઓ બની રહી છે. શહેરના હનીપાર્ક રોડ પર આવેલી સાગર સોસાયટી પાસે 15 ફૂટ મોટો ભુવો પડયો છે. જેને લઇને લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.સુરત: હનીપાર્કની ભક્તિ સાગર સોસાયટી પાસે 15 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોને હાલાકી#surat #Monsoon2022 #DamageRoad pic.twitter.com/Tz24fkCy4m— Gujarat Samachar (@gujratsamachar) July 5, 2022 વરસાદી માહોલને કારણે ઠેર ઠેર ભુવા પડવા તેમજ રોડ રસ્તા ખખડધજ બની જવાની ધટના જોવા મળતી હોય છે ત્યારે અડાજણ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર જ ભુવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો છે. બંગલાના પાર્કિંગ પાસે જ 15 ફૂટથી પણ વધારે ઊંડો ભુવો પડ્યો છે. રહેવાસીની ગાડીની અવરજવર પણ અસરગ્રસ્ત થઈ છે. ઉલ્લખનીય છે કે આ ભુવામાંથી જીઇબીની મોટી લાઇન પસાર થાય છે ત્યાં ડીપી મુકાયેલુ છે. વળી જે પાણીની પાઇપલાઇન છે તે પણ લીકેજ થઇ છે. તો નજીકમાં જ ડ્રેનેજ લાઇન હોવાથી નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જો કે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. આ રોડ સૌથી વ્યસ્ત રોડ છે ત્યારે અહીં ભુવો પડતા વાહનચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.