વડોદરા : મંકી પોકસ વાયરસને પહોંચી વળવા પૂર્વ તૈયારી: 15 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો - At This Time

વડોદરા : મંકી પોકસ વાયરસને પહોંચી વળવા પૂર્વ તૈયારી: 15 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો


વડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવારમંકી પોક્સ વાયરસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત સરકારને જરૂરી સૂચના આપી હતી તે આધારે વડોદરા શહેરના દવાખાના ખાતે મંકી પોકસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વિદેશથી આવેલા મંકી પોક્સ વાયરસના ભારતમાં ચાર કેસ નોંધાયા છે આ વાયરસ પણ કોરોનાની જેમ એકબીજા વ્યક્તિના સંપર્કમાં આવે જેને કારણે વધુ ફેલાય છે.વિદેશથી આવેલા મંકી પોકસ વાયરસ સામે વધુ તકેદારી રાખવા ભારત સરકારે તમામ રાજ્યોને સૂચના આપી છે. ગુજરાતમાં આ વાયરસના એક પણ દર્દી જણાઈ આવ્યા નથી પરંતુ અગમચેતીના ભાગરૂપે દરેક જિલ્લામાં જીપી રોગના દવાખાનાઓમાં મંકી પોક્સ આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવા રાજ્યના આરોગ્ય વિભાગ એ સૂચના આપી હતી.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચના મુજબ વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત ચેપી રોગ દવાખાનામાં આઇસોલેશન વોર્ડની શરૂઆત કરી છે જેમાં 15 પથારી તૈયાર રાખવામાં આવી છે અને જરૂર પડે તુરંત જ વધુ બેડ પણ તૈયાર કરી દેવામાં આવશે તેમ જાણવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.