ઉત્તરપ્રદેશમાંં વીજળી પડતા 14ના મોત અને 16ને ઇજા - At This Time

ઉત્તરપ્રદેશમાંં વીજળી પડતા 14ના મોત અને 16ને ઇજા


- જમ્મુમાં રામબન જિલ્લામાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતાં એક હજારથી વધુ વાહનો અટવાયાલખનઉ : ઉત્તરપ્રદેશના વિવિધ હિસ્સામાં વીજળી પડવાની ઘટનામાં ૧૪ના મોત થયા હતા અને બીજા ૧૬ને ઇજા થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યારે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલનથી રસ્તો બંધ કરવાની ફરજ પડતા એક હજારથી વધુ વાહનો અટવાયા છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વીજળી પડવાના લીધે મૃત્યુ પામેલા દરેકના કુટુંબને ચાર-ચાર લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. રીલિફ કમિશ્નર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો મુજબ ફતેહપુરમાં બે, બલરામપુર, ચંદૌલી, બુંલંદશહેર, રાયબરેલી, અમેઠી, કૌશંબી, સુલ્તાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં વીજળી પડવાથી એક-એકના મોત થયા હતા. આદિત્યનાથે મૃતકોના કુટુંબીઓના સાંત્વના પાઠવી હતી અને ઇજાગ્રસ્ત થયેલાઓની યોગ્ય સારવાર થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત જમ્મુના રામબન જિલ્લામાં ભારે વરસાદના લીધે જમ્મુ-કાશ્મીર શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન થતા રસ્તો બંધ થઈ ગયો છે. તેના લીધે હજારો વાહન અટવાઈ પડયા છે. કાશ્મીરને ભારતના બાકીના હિસ્સા સાથે જોડતો એકમાત્ર ૨૭૦ કિ.મી. લાંબો માર્ગ રામબન જિલ્લામાં ચાર સ્થળોએ ભૂસ્ખલનના લીધે બ્લોક થઈ ગયો હતો. પથ્થરો પડવાના લીધે બુધવારની રાતથી હાઇવે બંધ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાળુઓના કાશ્મીર લઈ જતા કાફલાને હાલમાં ચંદરકૂટ અને નાસરી ખાતે અટકાવવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.