જોડીયા તાલુકામાં લમ્પિ વાયરસના કારણે ચાલુ સિઝનમાં 14 ગૌ વંશના મૃત્યુ - At This Time

જોડીયા તાલુકામાં લમ્પિ વાયરસના કારણે ચાલુ સિઝનમાં 14 ગૌ વંશના મૃત્યુ


- ૩૫૦૦ થી વધુ ગાયોને રસીકરણ કરાયું: ૩૭૦ અસરગ્રસ્ત ગાયોને સારવાર અપાઇજામનગર,તા.30 જુલાઈ 2022,શનિવારજામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં લમ્પિ વાયરસને અટકાવવા, અને નિયંત્રણ માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, અને રસીકરણ હાથ ધરાયું છે. દરમિયાન જોડિયા પંથકમાં ૧૪ પશુઓના મૃત્યુ થયા છે. ૩૭ ગામોમાં કુલ ૩,૫૦૦ જેટલા પશુઓને લમ્પિ વાયરસનું રસીકરણ કરાયું છે, જ્યારે ૩૭૦ ગાયોને સારવાર અપાઇ છે. જોડિયા તાલુકાના ૩૭ જેટલા ગામોમાં પશુપાલન વિભાગ દ્વારા લમ્પિ વાયરસને અટકાવવા માટે તેમજ નિયંત્રણમાં લાવવા માટે રસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા એકાદ મહિનાના સમયગાળા દરમિયાન જોડિયા તાલુકાના કુલ ૩૭ ગામોમાં ઝુંબેશ હાથ ધરી ગાય, વાછરડા, વાછરડી, સાંઢ, બળદ, સહિતના ૩,૫૦૦ જેટલા પશુઓને વેકશીન અપાઇ છે, જે પૈકી અસરગ્રસ્ત ૩૭૦ જેટલી ગાયોને સારવાર પણ આપવામાં આવી છે. લમ્પિ વાયરસ ગ્રસ્ત જોડિયા પંથકના કુલ ૧૪ પશુઓના મૃત્યુ થયાના અહેવાલો મળી રહ્યા છે. જોકે છેલ્લા બે દિવસથી લમ્પિ વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે, અને એક સપ્તાહના સમયગાળા દરમિયાન ઝુંબેશ હાથ ધરીને જોડિયા તાલુકાના તમામ ગામોમાં રસીકરણ ની કામગીરી પૂર્ણ કરી લેવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.