જૂના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તેમજ સબ સેન્ટર શિકારપુર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 મેગા કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું.
આજ રોજ ભચાઉ તાલુકાના જૂના કટારીયા પી એસ સી મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 90 કિશોરીઓ એ હાજરી આપી હતી અને 75 જેટલી કિશોરી ના એચ.બી ની તપાસ કરવા માં આવી હતી.જેમાં પી એચ સી ના એ એન એમ બેનો , અને એફ એચ એસ મંજુ બેન, સી. એચ. ઓ, અને એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરણ ભાઈ પાતર , અને આશા બેનો હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી.દરેક કિશોરી નું એચ.બી તેમજ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું. તેમજ સેનેટરી પેડ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
જે કિશોર કિશોરી નું એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું. અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પી એચ સી જૂના કટારીયા ના તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.