સુરકા ગામે શ્રાવણીયા જુગારની બાજી માંડી બેસેલા 13 ઝડપાયા - At This Time

સુરકા ગામે શ્રાવણીયા જુગારની બાજી માંડી બેસેલા 13 ઝડપાયા


- ગામ સિમાડે ઈકો કારની લાઈટના અંજવાળે હારજીતની બાજી મંડાઈ હતી- ભાવનગરના ખેડૂતવાસ, આંનદનગર, પ્રભુદાસ તળાવ, રૂવાપરી રોડ, સુભાષનગર, મામકોઠા, રાણીકા, બોરડીગેઈટ, ચિત્રા, સંસ્કાર મંડળના શખ્સો પોલીસ ગીરફ્તમાંભાવનગર : ઘોઘા તાલુકાના સુરકા ગામ સિમાડે ઈકો કારની બેટરીમાં એલઈડી લેમ્પ ફિટ કરી જાહેર જગ્યામાં હારજીતની જુગારની બાજી માંડી બેસેલા ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તાર ખેડૂતવાસ, આંનદનગર, પ્રભુદાસ તળાવ, રૂવાપરી રોડ, સુભાષનગર, મામકોઠા, રાણીકા, બોરડીગેઈટ, ચિત્રા, સંસ્કાર મંડળ અને વટામણના ૧૩ શખ્સને પોલીસે બાતમી આધારે રેઈડ કરી તમામને રંગેહાથ ઝડપી લઈ શખ્સોના કબજામાંથી રોકડ, જુગાર સાહિત્ય, ઈકોકાર, કારની બેટરી સહીત રૂપિયા ૪.૪૦ લાખનો મુદ્દામાલ બરામત કરી તમામને લોકઅપ હવાલે કરી દિધા હતા.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ સ્ટાફ ગત રાત્રીના સુમારે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, સુરકા ગામે હોઈદડ ગામ જવાના રસ્તા ઉપર ભાવનગરના શખ્સો જાહેરમાં પૈસા પાના વડે હારજીતની જુગારની બાજી માંડી બેઠા છે. જે હકીકત આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા ઈકો કારની બેટરીમાં એલઈડી લેમ્પ ફિટ કરી તેના અંજવાળે ગોળ કુંડાળુ વળી જુગટું ખેલતા અનિલ જીવરાજભાઈ મકવાણા (ઉ.વ. ૩૮, રે. ઉલ્લાસ ચોક, ખેડૂતવાસ), પ્રવિણ ધીરૂભાઈ ડાભી (ઉ.વ. ૪૧, રે. સ્લમ બોર્ડ, આંનદનગર, ભાવનગર), સોહિલ ઉર્ફે સાઉલ સલીમભાઈ તરકવાડીયા (ઉ.વ. ૨૮, રે. શેરી નં-૫, મફતનગર, પ્રભુદાસ તળાવ, ભાવનગર), જાવેદ હબીબખાન પઠાણ (ઉ.વ. ૩૪, રે. સંચીત નિવાસ, રૂવાપરી રોડ, ભાવનગર), દિપક વેલજીભાઈ ચુડાસમા (ઉ.વ. ૪૨, રે. મફતનગર, દેવીપુજક વાસ, સુભાષનગર, ભાવનગર), ભાસ્કર હિંમતભાઈ ચુડાસમા (ઉ.વ. ૨૬, રે. ૨૫ વારીયા, સુભાષનગર, ભાવનગર), અશોક મકાભાઈ પરમાર (ઉ.વ. ૩૪, રે. બોરૂગામ, વટામણ, તા. ધોળકા), અમીત ઉર્ફે લાલો હિતેશભાઈ પંજવાણી (ઉ.વ. ૩૭, રે. જૈન દેરાસર સામે, મામાકોઠા રોડ, ભાવનગર), સુરજ મુકેશભાઈ પડાયા (ઉ.વ. ૨૧, રે. જાનીના દવાખાના પાસે, બોરડીગેઈટ, ભાવનગર), રાકેશ દિનેશભાઈ મકવાણા (ઉ.વ. ૨૪, રે. સવાભાઈનો ચોક, ખેડૂતવાસ, ભાવનગર), આસીફ ઉસ્માનભાઈ ધોળીયા (ઉ.વ. ૩૮, રે. રીધ્ધી સીધ્ધી ફ્લેટ, વિઠ્ઠલેશ્વર, રાણીકા, ભાવનગર), સુરેશ અરજણભાઈ મકવાણા (ઉ.વ. ૩૮, રે. ઈન્દીરાનગર, માર્કેટીંગ યાર્ડની પાછળ, ચિત્રા, ભાવનગર), કૌશિક પ્રવિણભાઈ ઠક્કર (ઉ.વ. ૫૪, રે. આશીષ જ્યોત ફ્લેટ, સંસ્કાર મંડળ, ભાવનગર) મળી આવતા તમામને રંગેહાથ ઝડપી લઈ શખ્સોના કબજામાંથી રોકડ રૂપિયા ૧,૮૮,૯૭૦, ઈકો કાર, કારમાં ઉપયોગમાં લેવાયેલ બેટરી, જુગાર સાહિત્ય મળી કુલ રૂપિયા ૪,૪૦,૨૭૦નો મુદ્દામાલ બરામત કરી પોલીસે તમામ સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.