મધુવન પાર્કમાં માનસીક બિમારીથી કંટાળી પટેલ વૃધ્ધનો આપઘાત - At This Time

મધુવન પાર્કમાં માનસીક બિમારીથી કંટાળી પટેલ વૃધ્ધનો આપઘાત


મોરબી રોડ પર મધુવન પાર્કમાં રહેતા ભીમજીભાઈ કરશનભાઈ રામાણી (ઉ.94) ગત તા.7ના પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. વૃધ્ધનું ગતરોજનું ચાલુ સારવારે મોત નિપજયુ હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી પરીવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક લાંબા સમયથી માનસીક બીમારીથી પીડીત હતો જેનાથી કંટાળીને પગલુ ભયુર્ં હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.