સંવેદન ગૃપ દ્વારા ૧૦૨મું ચક્ષુદાન લેવાયું કડિયાકામ વ્યવસાય સાથે સંકળાયેલા બાંધકામ શ્રમિકો માટે સેવારત રહેતાં યુવાનના અવસાનથી શોક છવાયો
સંવેદન ગૃપ દ્વારા ૧૦૨મું ચક્ષુદાન લેવાયું
કડિયાકામ વ્યવસાય સાથે સંકળાયેલા બાંધકામ શ્રમિકો માટે સેવારત રહેતાં યુવાનના અવસાનથી શોક છવાયો
અમરેલીના સરદાર નગરમાં વસતાં પરેશભાઈ નાથાભાઈ વાઢેર (ઉં.વ.૪૩)નું બિમારીને કારણે તા.૨૬-૦૬-૨૦૨૪ બુધવારના રોજ અવસાન થયું હતું. તેઓ રામેશ્વર ધૂન મંડળના અશ્વિનભાઈ વાઢેરના મોટા ભાઈ, દર્શન તથા સોહમના પિતાજી થાય. તેમનાં પરિવારજનો દ્વારા ચક્ષુદાનનો નિર્ણય કરવામાં આવ્યો, આ માટે તેમણે ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, ટ્રસ્ટી દિપક મહેતા સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી, સેવાભાવી વાઢેર પરિવારે કરેલ યોગ્ય નિર્ણય બે અંધજનોના જીવનમાં રોશની લાવશે તેમજ મૃત્યુ બાદ નેત્રદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.