કચ્છમાં ૧૨ રાજ્ય ધોરીમાર્ગ ફરી શરૃ કરાયા : એકનું રિપેરીંગ કામ ચાલુ - At This Time

કચ્છમાં ૧૨ રાજ્ય ધોરીમાર્ગ ફરી શરૃ કરાયા : એકનું રિપેરીંગ કામ ચાલુ


ભુજ,સોમવારકચ્છ જિલ્લામાં જુલાઈમાં જ વરસેલા વરસાદના પગલે મોટા ભાગના નાના-મોટા માર્ગો પુલ, પાપડીનું ધોવાણ થતા ઘણા ગામડા સંપર્ક વિહોણા બન્યા હતા. આવામાં કચ્છ જિલ્લામાં રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ૧૩ જેટલા રસ્તાઓ, નાના પુલ ખોરવાયા હતા. જેમાંથી વહીવટીતંત્ર દ્વારા ૧૨ રોડ રસ્તા નાના પુલ પૂર્વવત થઈ ગયા છે જ્યારે અન્ય એક રોડની કામગીરી યુધૃધના ધોરણે ચાલી રહી હોવાનું જણાવાયું છે. જોકે, જાગૃત સૃથાનિકોના કહેવા મુજબ બનાવાયેલા માર્ગમાં જો લોટ પાણીને લાકડા હશે તો હજુ વરસાદની સિઝનમાં વરસાદ આવશે તો ધોવાઈ જશે. જિલ્લામાં અતિભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના ૧૩ રસ્તાઓ બંધ પડેલા હતા. અતિભારે વરસાદને કારણે નખત્રાણા, અબડાસા, લખપત, માંડવી તાથા મુન્દ્રા તાલુકામાં નદીઓમાં ઘોડાપુર આવવાથી તેમજ તળાવો તાથા ડેમો ઓવરફ્લો થવાથી ભારે પાણીના પ્રવાહને કારણે રસ્તાઓ તેમજ નાળા-પુલો ખોરવાયા હતા. ચાલુ વરસાદે તેમજ અત્યારે ધીમા પડેલા વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા યુધૃધના ધોરણે કામગીરી હાથ ધરીને ૧૫ જેસીબી, ૧૯ ડમ્પર, ૧૫ ટ્રેક્ટર, ૬ લોડર તાથા ૧ હીટાચી અને ૮૨ મનાવબળે બંધ પડેલા રસ્તાઓ પૈકી ૧૨ રસ્તાઓ પૂર્વવત કરવામાં આવેલા છે તેમજ એક રસ્તા પર ઓવર ટોપીંગબંધ થવાથી રિપેરીંગની કામગીરી યુધૃધના ધોરણે ચાલી રહી છે.અત્યારે જિલ્લામાં આ રસ્તાઓ જાહેર પરિવન માટે પૂર્વવત થયેલા છે. લખપત-કોટેશ્વર, દેશલસર-હાજીપીર રસ્તો, માંડવી-ગઢશીશા-નેરડી-મોથાળા રસ્તો, મુન્દ્રા-લુણી-વડાલા રસ્તો, રવાપર-નેત્રા-તેરા રસ્તો, સામખીયાળી-આાધોઈ-કંથકોટ રસ્તો, ભુજ-લખપત રસ્તો, દેઢીયા-કોટડી-બોહા-ચીયાસર રસ્તો, માનકુવા-કોડકી-વટાછડા રસ્તો, નખત્રાણા-નિરોણા રસ્તો, કોટડા-બીટ્ટા રસ્તો તાથા માંડવી-ગઢશીશા-હાલાપપર રસ્તાઓ પૂર્વવત કરવામાં આવેલા છે.અત્યારે આ રસ્તાઓ પર વાહનવ્યવહાર  શરૃ કરી દેવામાં આવેલ છે. હાલે લાયજા-બાડા-માપર-મોડકુબા રસ્તામાં ઓવરર ટોપીંગ બંધ થવાથી રિપેરીંગની કામગીરી યુધૃધના ધોરણે પ્રગતિમાં છે. એમ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર વી.એન. વાઘેલાએ જણાવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરીથી વરસાદના પગલે થયેલા રડો રસ્તાના ધોવાણ અને બાંધકામને પૂર્વવત કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.