ઉમરાળા ગામ અને તાલુકા ભરની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ - At This Time

ઉમરાળા ગામ અને તાલુકા ભરની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ


ઉમરાળા ગામ સાથે તાલુકા ભરની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાથે ઉમરાળા ગામની પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઉમરાળા ટાઉનની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ ગ્રામજનો સાથે સિંહ પ્રમીઓ સહિતના આશરે ત્રણેક હજાર લોકોની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાની સૌથી મોટી વિશાળ રેલી સાથે વ્યાખ્યાન માળાના કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ જેમાં ઉમરાળા ફોરેસ્ટ વિભાગના અધિકારી અને સ્ટાફ સાથે ઉમરાળા ના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ અને ભૂતપૂર્વ કે.ની.મમતાબેન ની વિશેષ ઉપસ્થિતિમાં નેચરલ એજ્યુકેશન લીડર રેવતુભા રાયજાદા એ વિદ્યાર્થીઓને ગીર ના એશિયાઈ સિંહ વિશેની વિવિધ માહિતીઓ આપેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનાર શિક્ષકો આર.વી.સોલંકી પી.બી.કુકડીયા,પી.બી.મકવાણા ને શાળાના આચાર્ય પી.બી.ખીમાણી એ અભિનંદન પાઠવેલ આ તકે વિદ્યાર્થીઓ દ્વારા રચવામાં આવેલી સિંહ ની વિશાળ આકૃતિ ની ચોમેર પ્રસંશા થઈ રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.