જાહેરમાં સ્મોકિંગ : ગુજરાતમાંથી દરરોજ સરેરાશ ૧૧૭ દંડાય છે - At This Time

જાહેરમાં સ્મોકિંગ : ગુજરાતમાંથી દરરોજ સરેરાશ ૧૧૭ દંડાય છે


અમદાવાદ,રવિવારગુજરાતમાં જાહેરમાં
સ્મોકિંગ કરવા બદલ છેલ્લા ચાર વર્ષમાં ૧.૨૭ લાખ વ્યક્તિઓ દંડાઇ છે. આમ, પ્રતિ દિન સરેરાશ
૧૧૭ વ્યક્તિ જાહેરમાં સ્મોકિંગ કરવા બદલ દંડાતી હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં સ્મોકિંગ
બદલ ગુજરાતમાંથી ૨૦૧૯-૨૦માં ૭૨૬૨૩, ૨૦૨૦-૨૧માં ૩૮૩૦૨ અને ૨૦૨૧-૨૨માં ૧૭૦૦૫ વ્યક્તિને
દંડ કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં દેશના જે રાજ્યમાં જાહેરમાં સ્મોકિંગ બદલ સૌથી
વધુને  દંડ થયો હોય તેવા રાજ્યોમાં કર્ણાટક
૫.૦૭ લાખ સાથે મોખરે, કેરળ ૨.૧૧ લાખ સાથે બીજા, હિમાચલ પ્રદેશ ૧.૬૪ લાખ સાથે ત્રીજા
અને ગુજરાત ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાંથી કુલ ૧૪.૩૦ લાખથી વધુ વ્યક્તિ આ સમયગાળામાં
જાહેરમાં સ્મોકિંગ બદલ દંડાઇ ચૂકી છે. આમ, આ સમયગાળામાં દેશના જે રાજ્યોમાં જાહેરમાં
સ્મોકિંગ બદલ જે દંડ થયો છે તેમાંથી ૩૫ ટકા માત્ર કર્ણાટકમાંથી છે.

સિગારેટ એન્ડ
અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ ૨૦૦૩ અનુસાર જાહેરમાં સ્મોકિંગ કરવા બદલ રૃપિયા ૧ થી રૃપિયા
૨૦૦ સુધીનો દંડ વસુલી શકાય છે. અલબત્ત, ૩૦થી વધુ રૃમ ધરાવતી હોટેલ-વિશાળ ક્ષમતા ધરાવતી
રેસ્ટોરન્ટ કે એરપોર્ટમાં અલગથી સ્મોકિંગ એરિયા બનાવી શકાય છે. જાહેર સ્થળો કે જેમાં
સ્મોકિંગ પર પ્રતિબંધ છે તેમાં ઓડિટોરિયમ, હોસ્પિટલ બિલ્ડિંગ્સ, હેલ્થ ઈન્સ્ટિટયુશન્સ,
પબ્લિક ઓફિસ, કોર્ટ બિલ્ડિંગ, શૈક્ષણિક સંસ્થા, સ્ટેડિયમ, સિનેમા હોલ, શોપિંગ, હોલ,
એરપોર્ટ લાઉન્જનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.