રાજકોટમાં બે દિવસ દરમિયાન જુદા-જુદા 6 વોર્ડનાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, હજારો લોકો હાલાકી રહેશે
રાજકોટ મનપા દ્વારા લીકેજ રીપેરીંગની કામગીરીનાં બહાને વધુ એકવખત પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં ભાદર યોજના આધારીત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઇન જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈ 14 ફેબ્રુઆરીને બુધવારે બે વોર્ડનાં અમુક વિસ્તારો તેમજ 15 ફેબ્રુઆરીને ગુરુવારે 4 વોર્ડનાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.