કે. કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે સેબીના ટ્રેનર્સ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો. વિદ્યાર્થીઓને રોકાણો વિષે માહિતગાર કરાયા.
અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ - અમરેલી ખાતે આજરોજ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સેમિનાર અંતર્ગત સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ના સ્માર્ટ ટ્રેનર્સ શ્રી વૈભવભાઈ પુરાણીક તથા ડો. અપર્ણા પુરાણિક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રોકાણો વિષેના વિવિધ વિકલ્પો વિશે તલસ્પર્શી માહિતી આપી હતી. તથા આજકાલ વધી રહેલા ફાઇનાન્સિયલ ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેના વિશે જાણકારી આપી હતી. આ સેમિનાર ખૂબ જ માહિતીપ્રદ રહ્યો હતો. સેમિનારનું સંચાલન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારને સફળ બનાવવા માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે. એમ. તળાવીયા તથા એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. વિલસનકુમાર વસાવાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા. ડો. એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમ આઇ.કયુ.એ.સી. કોઓર્ડીનેટર પ્રા. ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.