દેશમા મોનસૂન ટ્રેકર:હિમાચલમાં 107 રસ્તાઓ બંધ, UPના પ્રયાગરાજ ગંગા-યમુનામાં પૂર, સંગમ ઘાટ ડૂબી ગયો; 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
દેશમાં કેટલીક જગ્યાએ ભારે અને વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ 107 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ચમ્બામાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. શિમલા હવામાન વિભાગે બુધવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-યમુનામાં પૂર આવ્યું છે. સંગમ ઘાટ ડૂબી ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 4 દિવસ (23 ઓગસ્ટ) સુધી હવામાન આવું જ રહેશે. 48 કલાકમાં તાપમાનમાં વધારો કે ઘટાડો થશે નહીં. આ તરફ મધ્યપ્રદેશના ઉજ્જૈન, નર્મદાપુરમ-નરસિંહપુરમાં સોમવારે તાપમાન 34 ડિગ્રીને પાર કરી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી સ્ટ્રોન્ગ સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 21 અને 22 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે (IMD) મંગળવારે (20 ઓગસ્ટ) 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, છત્તીસગઢ અને યુપીમાં આગામી થોડા દિવસોમાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના છે. તમિલનાડુ 84, રાજસ્થાનમાં 40% વધુ વરસાદ, પંજાબ-બિહારમાં સામાન્ય કરતાં ઓછો
દેશમાં ચોમાસાની સિઝનનો અડધાથી વધુ સમય પસાર થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધી સામાન્ય વરસાદ થયો છે. 1 જૂનથી 19 ઓગસ્ટ સુધી દેશમાં સામાન્ય રીતે 603.9 મીમી વરસાદ પડે છે. આ વખતે 627.0 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતા 4% વધુ છે. તમિલનાડુમાં સામાન્ય કરતાં 84% વધુ વરસાદ થયો છે. રાજસ્થાનમાં 40% વધુ વરસાદ થયો છે. ગોવા, સિક્કિમ, આંધ્ર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. 15 રાજ્યોમાં સામાન્ય વરસાદ થયો છે અને પંજાબ-બિહાર સહિત 5 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. દેશભરમાંથી વરસાદની તસવીરો... 21 ઓગસ્ટે 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ રાજ્યોમાં હવામાનની સ્થિતિ... રાજસ્થાન: 2 દિવસ બાદ વરસાદનું એલર્ટ, 12 જિલ્લામાં વરસાદની શક્યતા રાજસ્થાનમાં ફરી વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. સોમવારે ભરતપુર અને જયપુર ડિવિઝનના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજસ્થાનમાં 22 ઓગસ્ટથી ભારે વરસાદ શરૂ થવાની સંભાવના છે. બિહારઃ આજે 26 જિલ્લામાં હળવો વરસાદ, આગામી 3થી 4 દિવસમાં ભારે વરસાદની શક્યતા બિહારના 26 જિલ્લામાં આજે હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવા દબાણનો વિસ્તાર રચાયો છે. જેના કારણે સાયક્લોનિક સરક્યુલેશન એરિયા બન્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.